Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

રાજપીપળા કાળાઘોડા પાસે આવેલી નર્મદા ખેડુત સહાય કેન્દ્ર (ખાતર ડેપો)ની ઓફિસમાંથી 16,756 રૂપિયાની ચોરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કાળા ઘોડા પાસે આવેલા પશુ દવાખાના પાસેના નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર માંથી રોકડ રૂપિયાની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

  પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ ૧૪/૧૨/૨૦૨૧ ના સાંજના 5 વાગ્યા થી તા.૧૫/૧૨/૨૦૨૧ ના સવારે 8 વાગ્યા દરમ્યાન રાજપીપળા કાળાઘોડા પાસે આવેલ જુના પશુદવાખાનાની બાજુમાં આવેલ નર્મદા ખેડુત સહાય કેન્દ્રની ઓફિસમાં કોઇ અજાણ્યો ચોર ઇસમ ઓફિસમાં આવેલ નળીયાની છત ઉપરથી નળીયા ખસેડી ઓફિસમાં પ્રવેશ કરી ઓફિસમાં આવેલ તિજોરી નો દરવાજો કોઇ સાધન વડે તોડી લોકર તોડી લોકરમાં મુકેલ રોકડા રૂ.૧૬,૭૫૬ તથા બે બેન્ક ઓફ બરોડા ની ચેકબુકની ચોરી લઇ જઇ ગુન્હો કરતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:21 pm IST)