Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

નર્મદામાં ગ્રા.પં.ચુંટણીમાં મતદારોને બે કિ.મી.થી વધુ ચાલવું ન પડે તે રીતે મતદાન મથકો ગોઠવવા કલેક્ટરને રજૂઆત કરાઈ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં પહાડી ડુંગરાળ વિસ્તારોમાં બે કિલોમીટરથી વધુ અંતરમાં આવેલ મતદાન મથકોને પગલે અશક્ત, વિકલાંગ, અંધ, વૃદ્ધો, પીડિત વ્યક્તિઓ મતદાન કરવાથી વંચિત ના રહે તે રીતે જિલ્લાની યોજાનાર ગ્રામ પંચાયતોની ચુંટણીઓમાં મતદાન મથકોની ફાળવણી કરીને મતદાન મથકોની યોગ્ય વ્યવસ્થા ગોઠવણ કરવા જાગૃત નાગરિક અને પત્રકાર વિપુલ ડાંગીએ રાજયપાલ, મુખ્ય મંત્રી,મુખ્ય સચિવ,પંચાયત મંત્રી,મુખ્ય ચુંટણી અધિકારી રાજ્ય ચુંટણી પંચને સંબોધીને કલેક્ટર નર્મદા સક્ષમ રજુઆત કરીને મતદાન મથકો બે કિલોમીટરની નજીકના અંતરમાં ગોઠવામા આવે જેથી લોકો સરળતાથી મતાધિકારનો ઉપયોગ કરી શકે અને કોઈ મતદારો પોતાના મતાધિકારથી વંચિત ના રહે તેવી લેખિત માગ કરવામાં આવી છે.

(11:15 pm IST)