Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

શાળાઓમાં વિદ્યાર્થીઓમાં સંક્રમણ મામલે સુરત મનપા એક્શનમાં :સુરક્ષા કવચ સમિતિ બનાવી

દરરોજ 2 હજાર વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ: જે શાળામાંથી પોઝિટિવ કેસ મળી આવે છે તે શાળાને 7 દિવસ માટે બંધ કરાશે

સુરતમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવમળી આવ્યા છે અને આ મામલે સુરત પાલિકા એક્શનમાં આવી છે. શાળાઓમાં સુરક્ષા કવચ સમિતિ બનાવવામાં આવી છે. આ સાથે જ દરરોજ 2 હજાર વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. જે શાળામાંથી પોઝિટિવ કેસ મળી આવે છે તે શાળાને 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવે છે. સાથે જ શાળાઓ વિદ્યાર્થીઓનું કોરોના બાબતે ટ્રેકિંગ રાખવામાં આવશે.

 સુરતમાં સંસ્કાર ભારતી સ્કૂલના વધુ બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ધોરણ 10 અને ધોરણ 10માં અભ્યાસ કરતા સગા ભાઈ-બહેનને કોરોના થયો છે. માતા કોરોના સંક્રમિત થતાં બાળકોને પણ ચેપ લાગ્યો છે. જોકે રાહતની વાત એ છે કે એક અઠવાડિયા માટે સ્કૂલ બંધ હોવાથી બંને ઘરે જ હતા. એક અઠવાડિયા પહેલા એક વિદ્યાર્થિની કોરોના સંક્રમિત થઈ હતી.. જેને પગલે સ્કૂલ બંધ કરવામાં આવી હતી

(9:43 pm IST)