Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

"પ્રાકૃતિક ખેતી" અંગે વડાપ્રધાન દ્વારા ખેડૂતોને કરેલ વર્ચ્યુઅલ સંબોધન ધેલારાના કમિયાળા ખાતે નિહાળવામાં આવ્યું

કમિયાળા ખાતે ધોલેરા તાલુકા ભાજપ મંડલ કિસાન મોર્ચા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના કમિયાળા ગામે ધોલેરા તાલુકા ભાજપ મંડલ કિસાન મોર્ચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા "પ્રાકૃતિક ખેતી" સંદર્ભમાં દેશના ખેડૂતોને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોલેરા તાલુકા ભાજપ મંડલ મહામંત્રી પધ્યુમનસિંહ (પદુભા) ચુડાસમા, ધોલેરા તાલુકા પંચાયત પ્રમુખ સુભાષભાઈ ગોહિલ, અમદાવાદ જિલ્લા પંચાયત પ્રતિનિધિ અનિલસર વેગડ,અમદાવાદ જિલ્લા ભાજપ યુવા મોર્ચા કારોબારી સદસ્ય  મૌલિકસિંહ ચુડાસમા, મંડલ કિસાન મોર્ચા ઉપપ્રમુખ મનહરસિંહ ચુડાસમા, મંડલ આગેવાન અને કિસાન મોર્ચા કારોબારી સદસ્ય મનુભા વણાર, મંડલ કિસાન મોર્ચા મહામંત્રી પલેન્દ્રસિંહ ચુડાસમા,જિલ્લા કિસાન મોર્ચા ઉપપ્રમુખ જગદીશસિંહ ચુડાસમા, મંડલ કિસાન મોર્ચા મંત્રી સુરેશભાઈ પુનાણી,ધંધુકા વિધાનસભા આઈ.ટી.સહ ઈન્ચાર્જ પરેશભાઈ હપાણી, મંડલના આગેવાનો,પદાધિકારીઓ, હોદ્દેદારો,કાર્યકરો, ધોલેરા તાલુકા વિસ્તારના ખેડૂત આગેવાનો,ખેડૂતમિત્રો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. (તસવીરઃ- પરેશ હપાણી – ધોલેરા)

(6:57 pm IST)