Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

અમદાવાદ :દહેજના મામલે પત્નીને ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપતા પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ:સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: દહેજના દૂષણના કારણે મહિલાઓની જીંદગી છિન્ન ભિન્ન થઇ રહી છે, દાણીલીમડામાં સાસરીયા દ્વારા અસહ્ય માનસિક શારિરીક ત્રાસ આપવામાં આવતા પરિણીતાએ તંગ આવીને પંખા સાથે લટકીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં મહિલા સારવાર હેઠળ છે, દાણીલીમડા પોલીસે પતિ સહિત પરિવારના ચાર સભ્યો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વિગત એવી છે કે  દાણીલીમડા  વિસ્તારમાં બહેેરામપુરા ખાતે  રહેતી ૩૧ વર્ષની પરિણિતાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પતિ, જેઠ, જેઠાણી સહિત સાસરીના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ૨૦૧૦માં જ્ઞાાતિના રિતી રિવાજ મુજબ લગ્ન થયા હતા લગ્નની શરુઆતમાં સારી રીતે રાખવામાં આવી હતી. પરંતુ પાંચ વર્ષ બાદ નાની નાની બાબતે તકરાર કરીને પતિ તથા જેઠ જેઠાણી દ્વારા મારઝૂડ કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપવામાં  આવતો હતો, મહિલા તેમના પિતાના ઘરે રહેતી હતી પતિ શંકા વહેમ રાખીને નશાની હાલતમાં મારઝૂડ કરતો હતો. મહિલાએ જેઠ જેઠાણીને રજૂઆત કરતાં તેઓ પણ પતિને સાથ આપીને તને રાખવી નથી તારે જો રહેવું હોય તો ચૂપચાપ વધુ સહન કરન કરવું પડશે, તેમ કહીને તે પણ મારઝૂડ કરતા હતા. ગઇકાલે સાંજે પતિએ ફોન કરીને મારા ભાઇએ તને રાખવાની ના પાડી છે માટે હું તને નહી રાખું  તેમ કહીને ફોન કટ કરી દીધો હતો. જેથી મનમાં લાગી આવતાં મહિલા સિંલીગ ફેન ઉપર  દુપટ્ટો બાંધીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જો કે  સમયસર માતા આવી જતાં દિકરીને નીચે ઉતારીન સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલમાં આઇસીસીયુમાં મહિલાની સારવાર ચાલી રહી છે. દાણીલીમડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

(5:44 pm IST)