Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ભિલોડા તાલુકાના મહેરૂ ગામ નજીક કાકા-ભત્રીજા વચ્ચે થયેલ ઝઘડામાં કાકાની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરતા અદાલતે આરોપીને 6 મહિનાની કેદની સુનવણી કરી

ભિલોડા:તાલુકાના મહેરૂ ગામે પરિવાર સાથે રહેતા અર્જુનભાઈ ભગોરા (ઉ.વ.૩૦) અમદાવાદ ખાતે ફેકટરીમાં મજૂરી કામ કરતાં હોવાથી રજા ગાળવા છેલ્લા બે દિવસથી ઘરે આવ્યા હતા.સાંજે જયારે અર્જુનભાઈ રોડ નજીક આવેલા પાનના ગલ્લે ગુટકાનું પાઉચ લેવા જઈ રહયા હતા. ત્યારે તેમના જ ભત્રીજાના ઘર આગળ અવર જવર કરવાના રસ્તા ઉપર પાણીની સીમેન્ટની ટાંકી અડચણરૂપ પડેલ હોવાથી તેઓએ આ ટાંકી અહી કેમ મૂકી છે કોઈને વાગશે એમ બૂમ પાડી હતી. નડતરરૂપ પાણીની ટાંકીને તેઓએ ધક્કો મારી પાડી દેતાં ઘરમાંથી તેમનો ભત્રીજો જગદીશ ભગોરા બહાર દોડી આવ્યો હતો અને ઉશ્કેરાઈ તેના હાથમાંની કુહાડીના ઉપરા ઉપરી ઘા તેના જ કાકા અર્જુનભાઈ ભગોરાના માથે ફટકારી દેતાં ઘાયલ અર્જુનભાઈ લોહી લુહાણ હાલતમાં તેમના જ ભત્રીજાના આંગણામાં ફસડાઈ પડયા હતા.ઘરમાંથી દોડી આવેલ તેમના ભાભી શારદાબેન અને ભત્રીજી વિમળાએ પણ ભોંય પર પડેલા કાકાને લાકડીઓ ફટકારી હતી.અને પતિની મરણતોલ ચીસો સાંભળી ૨વર્ષના બાળકને ખાટલે મૂકી દોડી આવેલ લીલાબેન પતિને બચાવવા વચ્ચે પડતાં તેઓને પણ આ મહિલાઓએ લાકડીથી ફટકાર્યા હતા.બૂમાબૂમ અને ચીસાચીસ સાંભળી ઘટના સ્થળે દોડી આવેલા સુરેશભાઈ ભગોરાએ સ્થિતિ પારખી જમીન ઉપર ઢળી પડેલા તેમના ભાઈ અર્જુનભાઈને ૧૦૮ દ્વારા સારવાર માટે ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં ખસેડતાં ફરજ પરના તબીબે અર્જુનભાઈ સળુભાઈ ભગોરા (ઉ.વ.૩૦)ને મૃત જાહેર કર્યા હતા.અને આ ચકચારી પ્રકરણે મૃતકની પત્નિ લીલાબેન અર્જુનભાઈ ભગોરાની ફરીયાદ બાદ પોલીસે આરોપી જગદીશ અમૃતલાલ ભગોરા,તેની માતા શારદાબેન અમૃતભાઈ ભગોરા અને બહેન વિમળા અમૃતભાઈ ભગોરા વિરૂધ્ધ ઈપીકો કલમ ૩૦૨,૩૨૩ અને ૧૧૪ સહિત જીપી એકટ હેઠળ ૧૧/૨/૨૦૧૯ ના રોજ ગુનો નોંધ્યો હતો.

 

(5:38 pm IST)