Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સુરતમાં બાળકી પર દુષ્કર્મ -હત્યા કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી

પાંડેસરામાં બાળકી પર દુષ્કર્મ આચરી કરી હતી હત્યા: આરોપી દિનેશ બૈસાનેને ફાંસીની સજા :વડાપાઉંની લાલચ આપી દુષ્કર્મ આચર્યું : બાળકીને માથામાં ઈટ મારી હત્યા કરી હતી :પોલીસે 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી

સુરત : તાજેતરમાં જ સુરતમાં જ બાળકીના દુષ્કર્મના કેસમાં ગણતરીના દિવસોમાં ચુકાદો આપ્યા બાદ વધુ એક દુષ્કર્મના કેસ ઉપર આજે આરોપીને સુરત કોર્ટમાં સજા સાંભળાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગતવર્ષે ડીસેમ્બર-2020માં સુરતના પાંડેસરા વિસ્તારની દસ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી માથામાં ઈંટના ઘા મારી હત્યા કરી નાંખી હતી. આ કેસમાં આરોપી દિનેશ બૈસાણેને તમામ ગુનામાં દોષી ઠેરવી આજે એટલે કે તા.16મી ડીસેમ્બરના રોજ સજાનો મુલત્વી રાખેલો સંભવિત ચુકાદો આજે જાહેર કર્યો છે. સરકાર દ્વારા રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી ફાંસીની સજાની માંગ કરી હતી. જયારે બચાવપક્ષે આરોપીની વય, માતા-પિતાની જવાબદારી જોઇ રહેમની ભીખ માંગી હતી.

કોર્ટે આ કેસમાં પણ આરોપીને ફાંસીની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ સુરતમાં 10 દિવસ અગાઉ સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરવાના કેસમાં દોષિત ઠરાવાયેલા ગુડ્ડુ યાદવને પણ સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.  સરકારી વકીલ નયન સુખડવાલા મુજબ, આ ગુજરાતના ઈતિહાસનો સૌથી ઝડપી ચુકાદો હતો.  કોર્ટે માત્ર 29 દિવસમાં ફાંસીની સજા ફટકારી હતી. એમાં પણ અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવાના કેસમાં ઈતિહાસમાં ક્યારેય આટલો ઝડપી ચુકાદો આવ્યો નથી.

 અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના પાંડેસરા વિસ્તારમાં તા.7 મી ડીસેમ્બર 2020ના રોજ પોતાના સંબંધીના ઘર પાસે એકલી રમતી દસ વર્ષની બાળકીને આરોપી દિનેશ દશરથ બૈસાણે વડાપાઉં ખવડાવવાની લાલચ આપીને ઉધના બીઆરસી કમ્પાઉન્ડની ઝાડીમાં લઈ ગયો હતો. જ્યારે આરોપીએ દુષ્કર્મ આચરતા ભોગ બનનાર બાળકીએ પ્રતિકાર કરીને પોતાના મોં પર આરોપીએ મુકેલા હાથની જમણાં હાથની આંગળી કરડી ખાધી હતી.જેથી ઉશ્કેરાઈને આરોપીએ તેના માથા પર ઈંટના સાત જેટલા ઘા મારીને તેની હત્યા કરી નાસી છુટયો હતો.

પોક્સો એક્ટના ભંગના ગુનામાં આરોપી દિનેશ બૈસાણેની વિરુધ્ધ સુરત પોલીસે 15 દિવસમાં 232 પાનાની ચાર્જશીટ રજુ કરી હતી. ગત તા.11મી ડીસેમ્બરના રોજ કોર્ટે આરોપી દિનેશ બૈસાણેને તમામ ગુનામાં દોષી ઠેરવી સજાના મુદ્દે સરકારપક્ષ તથા બચાવપક્ષની દલીલો સાંભળીને સજાનો હુકમ તા.16 ડીસેમ્બર સુધી અનામત રાખ્યો હતો.

(2:07 pm IST)