Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સરકારી આંકડા મુજબ 10 હજાર મૃત્યુ થયા તો પછી 22 હજારને સહાય કેમ?: કોંગ્રેસના પ્રહાર

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું- સારવારથી લઈને અંતિમવિધિ સુધી લાઈનો લાગી હતી. ભઠ્ઠી બળીને ખાક થઈ ગઈ: 4 લાખની જગ્યાએ 50 હજારની સહાય કેમ? સરકાર કહે છે 10 હજાર મૃત્યું થયા છે તો પછી 22 હજારને સહાય કેમ?

અમદાવાદ :ગઈ કાલે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય આપી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરીષદ કરીને 22 હજાર લાભાર્થીઓના ખાતામાં સીધી સહાય આપી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ત્યારે હવે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે અનેક સવાલ ઉઠાવ્યા છે.

કોરોના મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, સ્મશાનની ભઠ્ઠી સતત ધમધમીત રહી. 4 લાખની જગ્યાએ 50 હજારની સહાય કેમ? સરકાર કહે છે 10 બજાર મૃત્યું થયા છે તો પછી 22 હજારને સહાય કેમ? આ તમામ મુદ્દાને સ્વીકારવા સરકાર તૈયાર નથી.

કોરોના અંગે વ્યવસ્થા પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે સવાલ ઉઠાવ્યા હતા. કોરોનાની સમગ્ર આફતથી તમામ લોકો પરિચિત છે. કુદરતી આફત અને સરકારની બેદરકાર દ્વારા ઉભી થતી આફત હોય, સરકારની બેદરકારીવાળી આફત કોરોના છે. સારવારથી લઈને અંતિમવિધિ સુધી લાઈનો લાગી હતી. ભઠ્ઠી બળીને ખાક થઈ ગઈ. અનેક લોકો મોતને ભેટ્યા. સરકાર સ્વીકારવા તૈયાર નથી. અમે કેટલાક જિલ્લાના ગામા આશ્વાસન આપવા ગયા. ત્યાં લોકોએ કહ્યું કે 15 થી 20 દિવસમાં 110 લોકોના મોત થયા. જે ઘડીની કલ્પના ન થઈ શકે. કોંગ્રેસે કોવિડ સામે યાત્રા કાઢી. સરકાર આંકડા વ્યવસ્થા છુપાવતી. કોવિડમાં 1 લાખ લોકોના ઘરે કોંગ્રેસે મુલાકાત કરી. માહિતી મેળવી 3 લાખ આંકડો હતો જેમાં 1 લાખને મળ્યા, જેમાં 10 હજારનો આંકડો સહાય માટે હતો તેમાં 20 હજાર ઉપરને સહાય આપી. બીજું 4 લાખ સહાયની જોગવાઈ હતી તેની સામે 50 હજારની જોગવાઈ કરી. 

(12:58 am IST)