Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

અગર ગામ પાસેથી વિદેશી દારૂ તથા સ્કોર્પીઓ ગાડી મળી

રૂપિયા 5.93 લાખનો મુદ્દામાલ પકડી પાડતી તિલકવાડા પોલીસ

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદા તથા વાણી કે. દુધાત નાયબ પોલીસ અધિક્ષક કેવડીયા વિભાગનાઓએ જીલ્લા માંથી દારૂના દુષણને ડામવા તેમજ અસરકારક કામગીરી કરવા માટેની સુચનાના પગલે  એમ.બી. વસાવા પોલીસ સબ ઈન્સ્પેકટર તિલકવાડા પો.સ્ટે .નાઓએ આગામી યોજાનાર ગ્રામ પંચાયતની ચુંટણી અનુસંધાને પ્રોહીબિશનના કેસો કરવા સુચના કરતા તિલકવાડા પો.સ્ટે.સ્ટાફના અ.હે.કો .શૈલેષકુમાર મનસુખભાઇ બ.ન .૭૦૫ તથા અ.હે.કો. જીતેંદ્રભાઈ જવાહરભાઈ બ.નં. ૭૧૯ તથા અ.હે.કો. પ્રકાશભાઇ રામાભાઇ અ.હે.કો. બ.ન .૭૦૩ તથા અ.લો.ર. જયેશભાઇ કાનજીભાઇ બ.ન .૦૪ રર તથા અ.પો.કો. મનોજ ભાઇ ધનજીભાઇ બ.નં .૫૭૦ તથા અ.લો.ર. શિલ્પાબેન સુરજગીરી તથા બીજા સ્ટાફના માણસો સાથે અગર ગામ નજીક પ્રોહી નાકાબંધી દરમ્યાન એક સ્કોર્પીયો ગાડી નંબર GJ - 07 - BB - 8469 મા ઈંગ્લીશ દારૂ હોલ નંગ ૮૩ કિ.રૂ .૪૧,૫૦૦  તથા ટીન બિયર નંગ -૨૩૬ કિ.રૂ .૨૩,૬૦૦ તથા કાચના કવાટર નં .૧૪૩ કિ.રૂ .૧૪,૩૦૦  તથા પ્લાસ્ટીના કવાટર નંગ -૧૪૪ કિ.રૂ .૧૪,૪૦૦ તથા સ્કોર્પીયો ગાડી .રૂ .૫,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૫,૯૩,૮૦૦ નો મુદામાલ પકડી પાડી પ્રોહીબિશનનો ગણના પાત્ર કેસ શોધી કાઢી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે . .

(12:09 am IST)