Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

રાજપીપળા મામલતદાર કચેરી પાછળ અતિશય કચરા સાથે દારૂની તૂટેલી બોટલ દેખાતા ઉઠ્યા સવાલ

કચેરીના ભોઇ તળિયે આવેલા શૌચાલય દુર્ગંધ મારતા હોવાથી સાફ સફાઈ બાબતે ઉઠ્યા સવાલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે આવેલી નાંદોદ મામલતદાર કચેરીમાં સાફ સફાઈ બાબતે કોઈ તકેદારી લેવાતી નથી સાથે સાથે બુધવારે કચરા સાથે વિદેશી દારૂની બોટલ પણ ત્યાં જોવા મળતા ક્યાંથી આવી આ બોટલ તેવા પ્રશ્નો ઉઠ્યા છે.

રાજપીપળા મામલતદાર કચેરી જેવી કચેરીઓ જ જો અતિશય ગંદકીથી ખદબદતી જોવા મળતી હોય તો પી.એમ. મોદીના સ્વચ્છતા અભિયાનના અમુક સરકારી કચેરીઓ દ્વારા જ ધજાગરા ઉડતા હોય તેમ લાગી રહ્યું છે.અમેં ફરીયાદ મળ્યા બાદ નાંદોદ મામલતદાર કચેરીની વિઝીટ કરી તો ત્યાં ભોઈ તળિયે આવેલા શૌચાલય માંથી અતિશય દુર્ગંધ મારતા બહાર બેઠેલા અરજદારો પણ અકળાઈ ઉઠ્યા હતા ત્યારબાદ અમે કચેરીની પાછળના ભાગે તપાસ કરી તો ત્યાં વિદેશી દારૂની એક ખાલી બોટલ અને આસપાસ અતિશય કચરો વિખરાયેલો જોવા મળ્યો હતો.માટે સવાલ એ ઉઠ્યા કે મામલતદાર કચેરી માં જ જો સ્વચ્છતા બાબતે કોઇ તકેદારી લેવાતી નથી તો આખા દેશને સ્વચ્છ બનાવવાનું સ્વપ્ન જોતા પીએમ મોદીના સપનાનું કેટલીક સરકારી કચેરીઓમાં જ ઉલ્લંઘન થતું હોય તો દેશ સ્વચ્છ બનાવવો બહુ દૂરની વાત છે

(12:05 am IST)