Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી: ગાંધીનગર, અમદાવાદ અને સાબરકાંઠાના 11 શંકાસ્પદોની અટકાયત કરાઈ

હેડ ક્લાર્કનું પેપર લીક થવાનો આરોપ બાદ કાર્યવાહી: 11 જેટલા લોકોની તપાસ ટીમોએ કરી પૂછપરછ

અમદાવાદ : ગુજરાત ગૌણ સેવા પસંદગીની 12 ડિસેમ્બરે લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થયું હોવાના આરોપો બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કેટલાક પુરાવા જાહેર કર્યા હતા. તો બીજીતરફ ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડના ચેરમેન અસિત વોરાએ પત્રકાર પરિષદ યોજીને પેપર લીક થવાના કોઈ પૂરાવા મળ્યા ન હોવાનો દાવો કર્યો હતો. ત્યારે હવે કેટલીક મોટી માહિતી સામે આવી રહી છે.

પેપર લીક કેસમાં 11 જેટલા શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે. આ તમામ લોકો ગાંધીનગર, અમદાવાદ અને સાબરકાંઠાના રહેવાસી છે. હેડ ક્લાર્ક ભરતી પરીક્ષા પેપર લીક થવાના આક્ષેપ તપાસ તેજ થઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિતની ટીમો તપાસમાં લાગી છે. 18 જેટલી ટીમો અલગ અલગ દિશામાં પાસ કરી રહી છે. 11 જેટલા લોકોની તપાસ ટીમોએ પૂછપરછ કરી. આ મામલે આવતીકાલ મોટો ખુલાસો થઇ શકે છે. મળતી માહિતી અનુસાર, પેપર લીક મામલે આજે ગૃહરાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં મોટી બેઠક મળી હોવાની વાત ચર્ચાઇ રહી છે.

(11:19 pm IST)