Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

અમદાવાદમાં ઓમિક્રોન વાયરસનો શંકાસ્પદ કેસ :તંત્રમાં ભારે ભાગદોડ

સિવિલ મેડીસિટીની 1200 બેડની હોસ્પિટલમાં પોઝિટિવ દર્દી ઓમિક્રોનથી શંકાસ્પદ કેસ

અમદાવાદ : ઓમિક્રોન વાયરસની એન્ટ્રી અમદાવાદમાં થતા તંત્રમાં ભારે ભાગદોડ જોવા મળી રહી છે.સિવિલ મેડીસિટીની 1200 બેડની હોસ્પિટલમાં પોઝિટિવ દર્દી ઓમિક્રોનથી શંકાસ્પદ કેસ સામે આવ્યો છે જેની હાલ સારવાર કરવામાં આવી રહી છે.

આણંદમાં રહેતા 48 વર્ષના યુવાનમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા હતા. જેથી તેના સેમ્પલ લઈ લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. હાલ સિવિલમાં 1200 બેડની હોસ્પિટલમાં ઉભા કરાયેલા ઓમિક્રોનના અલાયદા વોર્ડમાં દર્દી સારવાર હેઠળ છે.

દક્ષિણ આફ્રિકાથી સુરત પરત ફરેલા 42 વર્ષનો વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત મળી આવ્યો હતો. સુરતમાં પ્રથમ સાથે ગુજરાતમાં ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓનો આંકડો વધીને 4 પર પહોંચ્યો છે. અગાઉ ગુજરાતના જામનગરથી ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત 3 કેસો સામે આવી ચૂક્યા હતા. જેમાં 72 વર્ષના NRI ઝિમ્બાબ્વેથી પરત ફર્યા હતા. તેમની પત્ની અને અન્ય સબંધી પણ ઓમિક્રોનથી સંક્રમિત મળી આવ્યા હતા.

(10:55 pm IST)