Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

દાહોદ સબજેલમાં દુષ્કર્મના કેસમાં સજા ભોગવતા કેદીનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

આરોપીનું ડેન્ગ્યુ થતા સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો

દાહોદની સબજેલમાં સજા ભોગવી રહેલા આરોપીનું ડેન્ગ્યુ થતા તેને સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જયા તેનું સારવાર દરમિયાન મોત થતા સબજેલના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઝેરજીતગઢ ગામે રહેતો દિનેશ કડકિયા ભીલવાડાની બળાત્કારના ગુનામાં પોલીસે ધરપકડ કરીને દાહોદ સબજેલમાં સજાના ભાગરૂપે રાખવામાં આવ્યો હતો. તે ડેન્ગ્યુ અને ટીબીના રોગથી પીડાતો હોવાથી સારવાર માટે દાહોદ પોલીસ દ્વારા વડોદરા ખાતેની સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેને ફરજ પરના તબીબે MICUના એ યુનિટમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

કેદીના મૃત્યુ બાદ બનાવની જાણ દાહોદ સબ જેલના સત્તાધિશોને કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. તે સાથે કેદી દિનેશનાના પરિવારજનો અને સગા સંબંધીઓ પણ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(9:39 pm IST)