Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

મોડીરાત્રે નિર્ણયનગરમાં વાહનોની તોડફોડ કરનારા આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા

પોલીસે રોહિત ઠાકોર,સાગર ઠાકોર, કરણ વણઝારા અને આકાશ ઠાકોરની ધરપકડ કરી: આખા વિસ્તારમાં 40થી વધુ વાહનોમાં તોડફોડ કરી હતી

અમદાવાદ : શહેરના નિર્ણયનગરમાં રાત્રીના સમયે તોડફોડ કરનાર આરોપીઓ ઝડપાયા છે.થોડાક દિવસ પહેલા રાત્રીના સમયે આ આરોપીઓએ આતંક મચાવ્યો હતો. આરોપીઓએ ગાડીઓ, રિક્ષા અને ATMની તોડફોડ કરી હતી. આ મામલે તપાસ કરીને ક્રાઇમ બ્રાન્ચે ૪ આરોપીઓની ધરપકડ કરી છે.આ મામલે પોલીસે રોહિત ઠાકોર,સાગર ઠાકોર, કરણ વણઝારા અને આકાશ ઠાકોરની ધરપકડ કરી છે. સાથે જ તોડફોડ માટે વાપરવામાં આવેલું વાહન કબ્જે કર્યું છે.

 મોડી રાત્રે વાહનોમાં તોડફોડની વધુ એક ઘટના નિર્ણયનગર વિસ્તારમાં સામે આવી હતી. જ્યાં બાઈકો સાથે આવેલા ગુંડાઓએ આખા વિસ્તારને બાનમાં લીધો હતો. આખા વિસ્તારમાં 40થી વધુ વાહનોમાં તોડફોડ કરી હતી

 

ગુંડાઓએ ગાડીઓ અને રિક્ષાઓના કાચ તોડી નાખ્યા હતા ગુંડાઓ હાથમાં લાકડી, હોકી અને તલવાર સાથે આવ્યા હતા.તેમણે કેટલાક સ્થાનિકો ઉપર પણ હુમલો કર્યો હતો. જેમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયાની માહિતી પણ સામે આવી હતી. તોડફોડ કરનારમાં મુખ્ય સૂત્રધાર રોહિત ઠાકોર નામનો શખ્સ હોવાનું સામે આવ્યું હતું. જે આખરે ઝડપાઈ ગયો છે.

(9:28 pm IST)