Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સુરતમાં એક ખેતરમાં સાત દિવસનું બાળક મળી આવ્યું

મામલામાં પોલીસે તપાસ શરૂ. કરી :ડિંડોલી-સાણીયા રોડ પર આવેલા એક ખેતરમાં બાળકને પડેલું જોઈએ મજૂર મહિલાઓએ પોલીસને જાણ કરી

સુરત, તા.૧૫  : સુરતમાં એક ૭ દિવસના બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવી છે. શહેરના ડિંડોલી-સાણીયા રોડ પર આવેલા એક ખેતરમાં સાત દિવસું બાળક મળી આવ્યું છે. એક ખેતરમાં બાળકને પડેલું જોઈએ મજૂર મહિલાઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ તો બાળકને ૧૦૮ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. બાળકને અહીં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગત અનુસાર સુરતના ડિંડોલી-સણીયા રોડ પર આવેલા એક ખેતરમાં કોઈ જનેતા પોતાના ૭ દિવસના બાળકને ત્યજીને જતી રહી હશે. ત્યારે ત્યાં કામ કરતી મજૂર મહિલાઓની નજર આ બાળક પર પડી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે અહીં પહોંચીને બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યુ છે. ડિંડોલી-સણીયા રોડ પરથી મળેલા બાળકની નાળમાં ક્લેપ છે. હાલ તો પોલીસે કોણ આ બાળકને મુકી ગયું છે અને બાળક કોનું છે તે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

(8:47 pm IST)