Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

સુરત ક્રાઇમ બ્રાન્ચનો સપાટો : 150થી વધુ ચોરી કરનારી જલ્પાઈગુડીની ગ્વાલા ગેંગના બે સાગરીતો ઝડપ્યા

ગુજરાતના પાંચ અને અંતરરાજ્યના 30 જેટલા ચોરીના ભેદ ઉકેલાયા : 7,75 લાખનો મુદામાલ જપ્ત

સુરત : સુરત ક્રાઇમ બ્રાન્ચે 150 કરતા વધુ ચોરી કરનારી વેસ્ટ બેગોલના જલ્પાઈગુડીની ગ્વાલા ગેંગના બે શખ્શોને ઝડપી પાડ્યા છે આ ગેંગ મોટરસાઇકલ પર બેની જોડીમાં નીકળી કરતી હતી ચોરી. ચીલ ઝડપ આરોપીઓ પાસેથી પોલીસે બાઈક સાથે 7.55 લાખનો મુદામાલ કબજે કરી ગુજરાતના 5 અને આંતરાજ્યના 30 જેટલા ચોરીના ઉકેલી નાખ્યા છે.

સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસની પકડમાં આવેલ આ બે ઈસમ મૂળ વેસ્ટ બંગાળના જલ્પાઈગુડીના વતની છે. આ ઈસમો ગ્વાલા ગેંગના સભ્ય છે. આ ગેંગ બે અથવા ચારની જોડીમાં નીકળીને ચોરી અથવા ચીલ ઝડપને અંજામ આપતી હોય છે. પોલીસે થોડા દિવસ પહેલા સુરતના વરાછા ખાતે થયેલ ચીલ ઝડપની ઘટનામાં દાગીનાની ચીલ ઝડપના સીસીટીવીના આધારે બંનેને ઝડપી પાડ્યા છે. આ ઈસમો પોતાના વતનથી મોટર સાઇકલ લઈને નીકળી દેશના અલગ અલગ રાજ્યમાં જઈને ચોરી કરતા હતા. પોલીસે તેમની પાસેથી એક વેસ્ટ બંગાળ પાર્સીગની બાઈક કબજે કરી છે, પકડાયેલ આરોપી ગુજરાતમાં સુરતના કાપોદ્રા વિસ્તાર, લાલગેટ વિસ્તારમાં ચોરી કરવા સાથે અમદાવાદ ખાતે 3 ચોરી કર્યાની કબૂલાત કરી છે. પોલીએ આરોપીઓ પાસેથી 7 .55 લાખનો મુદામાલ પણ કબજે કર્યો છે
પકડાયેલા આરોપીઓમાં એકનું નામ સિનુત રજુ ગ્વાલા અને બીજાનું નામ ચંદન મુખલાલ ગ્વાલા છે. આરોપી આમ તો નાનપણથી ચોરી કરવા માટે ટેવાયેલા છે, તે પહેલા પોતાના વતનથી મોટર સાઇકલ પર પટના આવતા હતા અને રસ્તામાં આવતા મોટા શહેરમાં ચાર દિવસ રોકાઈને ચોરી કરી આગળ જતા હતા, પણ ગુજરાતમાં મોટી રકમ મળે તે માટે ગુજરાત આવ્યા હતા. પહેલા સુરત ત્યાર બાદ વડોદરા, આણંદ, અમદાવાદ બાદ ફરી સુરત ખાતે ચોરી કરવા આવ્યા હતા. આ ઈસમો બેંક અથવા લોકર હોય તે જગ્યા પર રેકી કરતા હતા અને ત્યાંથી કોઈ રકમ અથવા દાગીના લઈને નીકળે ત્યારે રૂપિયા અથવા દાગીના ભરેલ બેગ આંચકીને લઇ જતા હતા, અથવા કોઈ ગાડીની ડેકીમાં મૂકીને જાયતો તે ડીકી તોડીને ચોરી કરતા હતા. આરોપીની ધરપકડ બાદ પોલીસની પૂછપરછમાં આરોપીએ બિહાર પટના ખાતે 4, કોલકાતામાં 2, વારાણસી 2, આસામ 6, ગુજરાત 15, દમણ 1 મળી કુલ 30થી વધુ ચોરી કર્યાની કબૂલાત કરી છે. આરોપી અગાઉ આસામ પોલીસના હાથે ઝડપાઇ ચૂકયા છે, ત્યારે પોલીસે આ બંને ઈસમ પર કાયદેસરની કાર્યવાહી કરી, આ ઈસમોની ગેંગમાં અન્ય કોણ કોણ છે અને આ ગેંગ આંતરાજ્ય કઈ કઈ જગ્યા પર ચોરી કરી છે, તેની તપાસ શરુ કરવામાં આવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં 3 તારીખે રણછોડભાઈ પરિવારમાં લગ્ન હોવાને લઈને દાગીના લઈને લોકરમાંથી આવતા હતા, ત્યારે આ બંને આરોપીએ તેમનો પીછો કરી, તેમના દાગીના ભરેલ બેગ લઈને ભાગી છૂટ્યાં હતા, ત્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ઘટનાના સીસી ટીવીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. મધ્યમ વર્ગના પરિવારને તેમના ચોરી થયેલ તમામ દાગીના પોલીસે પરત કરતા, આ પરિવારમાં ખુશીનો પાર નથી, ત્યારે આ પરિવાર પોલીસનો આભાર માનતા થાકતો નથી.

 

 

(12:32 am IST)
  • ર૪મી સુધી પાયલ રોહતગીને જેલ : પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને તેમના પિતા મોતીલાલ નહેરૂ વિરૂદ્ધ વાંધાજનક વિડીયો બનાવવા અને તેને શેયર કરવાના મામલે અભિનેત્રી પાયલ રોહતગીને ર૪મી સુધી જેલ સજા થઇ છે : બુંદી પોલીસે ગઇકાલે અમદાવાદથી ધરપકડ કરી હતી access_time 4:06 pm IST

  • બે દિવસમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની તમામ ૧૦૦ હોસ્ટેલ ખાલી કરાવવામાં આવશેઃ ૫ હજાર બહેનો સહિત ૧૮ હજાર વિદ્યાર્થી ભાઈ - બહેનો રહે છે : અલીગઢ થઈને જતી તમામ ટ્રેનોને સ્ટોપેજ અપાશે : વધુ બસોનો ઈંતેજામ પણ કરાશે access_time 12:56 pm IST

  • દેશના ઉત્તર પૂર્વના રાજ્યોની મુલાકાત લેવાની અમિત શાહમાં હિંમત નથી : બાંગ્લાદેશના વિદેશ મંત્રી અને જાપાનના પ્રધાન મંત્રીની મુલાકાત પણ રદ કરવી પડી : દેખાવકારો ઉપર હિંસા આચરી માનવ અધિકારોનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે : નાગરિકતા સંશોધન બિલ મુદ્દે સોનિયા ગાંધીનો પ્રકોપ access_time 8:17 pm IST