Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

પાટણની રાણીની વાવ રોશનીથી ઝળહળી: સીએમ વિજયભાઈ રૂપાણીએ સંગીત સમારોહ ખુલ્લો મુક્યો

પાશ્વ ગાયક હરિ હરનજી ,ગીતાબેન રબારી, જીગ્નેશ કવિરાજ દ્વારા સંગીતનું રસપાન કરાવ્યું

પાટણની રાણીની વાવ ખાતે આજથી બે દિવસીય વિરાસત સંગીત સમારોહનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે  ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ વાવની મુલાકાત લીધી હતી. બાદમાં સંગીત સમારોહ સ્થળ ખાતે પહોંચ્યા હતા. જ્યાં પાશ્વ ગાયક હરિ હરનજી ,ગીતાબેન રબારી, જીગ્નેશ કવિરાજ દ્વારા પીરસવામાં આવેલ સંગીતનું રસપાન કર્યું હતું

 . કાર્યક્રમમાં મંત્રી દિલીપભાઈ ઠાકોર, વાસણ ભાઈ આહીર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસ ચાલનાર આ સંગીત સમારોહના પ્રથમ દિવસે હજારોની જનમેદની હાજર રહી સંગીત સંધ્યામાં મંત્રમુગ્ધ બની હતી

(11:08 pm IST)