Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

નિર્ણય લેવામાં સ્ફૂર્તિ દાખવે અને જરૂર પડ્યે પુન:વિચાર પણ કરે, એ મજબૂત શાસક મુખ્યમંત્રી રૂપાણીનો સંપૂર્ણ ચોક્કસાઈ અને ચકાસણી સાથેનો નિર્ણય : બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા રદ્દ

લાખો વિદ્યાર્થીઓની લાગણી ધ્યાનમાં લઈ વિજયભાઈ રૂપાણીએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય

અમદાવાદ : ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લાખો વિદ્યાર્થીઓની લાગણીને ધ્યાનમાં લઈ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાનો નોંધનીય નિર્ણય લીધો છે. સંપૂર્ણ ચોક્સાઈ અને ચકાસણી સાથે મુખ્યમંત્રીએ લીધેલા આ નિર્ણયથી ફરી એકવખત સાબિત થઈ ગયું છે કે, રૂપાણી સરકાર સંવેદનશીલની સાથે સચોટ સરકાર પણ છે. અસરકારક, ત્વરિત તેમજ ઝડપી નિર્ણયો લેવા આ સરકારની સૌથી મોટી ખાસિયત છે.

 રૂપાણી સરકારનાં તમામ નિર્ણયોમાં અંતે લોકહિત જ કેન્દ્રસ્થાને હોય છે. કશે પણ કચાસ હોય, કોઈ પણ ઉણપ હોય કે એક પણ વ્યક્તિને અન્યાય થતો હોય તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ક્યારેક કરુણામય તો ક્યારેક કઠોર નિર્ણય લેવામાં પણ પાછી પાની કરતા નથી એટલે જ તેઓ પાણીદાર લોકસેવક કહેવાય છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા ગેરરીતિ મામલે ગુજરાતનાં યુવાનોને હાથો બનાવી રાજ્યની શાંતિ અને સલામતી જોખમાવવા કેટલાંક લોકોએ પ્રયત્નો કર્યા હતા. વિદ્યાર્થીઓની વ્યથાને વિરોધનું હથિયાર બનાવી વિપક્ષ દ્વારા ગંદુ રાજકરણ પણ રમવામાં આવ્યું હતું આવી વિકટ પરિસ્થિતિમાં રૂપાણી સરકારે નોંધનીય રીતે એક પણ વિદ્યાર્થીને અન્યાય ન થાય તે અંગેનું પ્રશંસનીય પગલુંભર્યું છે જેને લાખો વિદ્યાર્થીઓએ વધાવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માન્યો છે. આમ, બિન સચિવાયલ કલાર્કની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય SIT રિપોર્ટના આધારે લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉમેદવારોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ ઉપરાંત પરીક્ષામાં ગેરરીતિ આચરનાર સામે એફઆઈઆર કરવાનો પણ આદેશ આપ્યો છે.

(9:29 pm IST)