Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પાસેથી મોબાઇલચોરીમાં વોન્ટેડ કેયુર કિશોરભાઇ પટેલની ધરપકડ

વડોદરા : રેલવે સ્ટેશન  તેમજ ટ્રેનમાં પ્રવાસીઓના મોબાઇલની ઉઠાંતરી કરનાર રીઢા ચોરને રેલવે પોલીસે ઝડપી પાડી તેની પાસેથી અડધો ડઝન મોબાઇલ કબજે કરાયા છે.વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૬ના દક્ષિણ છેડે મોબાઇલચોરીમાં વોન્ટેડ કેયુર કિશોરભાઇ પટેલ (રહે.નાથધ્વારા રેસીડેન્સી, વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ, હાલ શિવમપાર્ક સોસાયટી, વિનય ગરબા ગ્રાઉન્ડ પાસે, આજવારોડ)ને રેલવે એલસીબીએ ઝડપી પાડી તેની પાસેથી એપલ, સેમસંગ સહિત વિવિધ કંપનીના અડધો ડઝન મોબાઇલ મળ્યા હતાં. તેની પાસેના બે મોબાઇલ સુરત રેલવે પોલીસમાં નોંધાયેલા ગુનાના હતાં પોલીસે કેયુર પટેલની ધરપકડ કરી તેની પાસેથી મોબાઇલફોન જપ્ત કરાયા હતા તેમજ મોબાઇલચોરીના ગુનામાં અન્ય એક આરોપી વિજય ગુપ્તા (રહે.સુરત)ને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેયુર પટેલ અગાઉ પણ રેલવે પોલીસ દ્વારા ચોરીના ગુનામાં ઝડપાયો છે.

(6:34 pm IST)