Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

નડિયાદ પંથકમાં અકસ્માતના બે બનાવોમાં ત્રણે જીવ ગુમાવ્યા

નડિયાદ: તાલુકાના પીપળાતા તેમજ પીપલગ નજીક ગતરોજ અકસ્માતના જુદા-જુદા બે બનાવો બન્યાં હતાં. જેમાં કુલ ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ બંને બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદમાં મંજીપુરા રોડ પર આવેલ જવાહરનગરમાં ભાવીનભાઈ દેવેન્દ્રભાઈ રામી રહે છે. સોજીત્રા ખાતે રહેતી તેમની બહેનના ઘરે પ્રસંગ હોઈ ભાવીનભાઈ અને તેમના દાદા મનહરભાઈ પરષોત્તમભાઈ રામી ગતરોજ બાઈક નં. જીજે-૦૭, સીએલ-૮૧૬૭ લઈ સોજીત્રા જવા માટે નીકળ્યાં હતાં. દરમિયાન બપોરના બાર વાગ્યાના અરસામાં તેઓ નડિયાદ તાલુકાના પીપળાતા ગામના બસસ્ટેન્ડ નજીકથી પસાર થતાં હતા ત્યારે એકાએક આવી ચઢેલા એક્ટિવા ન.ં જીજે-૦૭, સીક્યુ-૩૯૭૩ સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર દાદા-પૌત્ર ફંગોળાઈ જઈ રોડ પર પટકાતાં ઈજાગ્રસ્ત બન્યાં હતાં. જ્યારે નડિયાદ તાલુકાના પીપલગમાં મોટી નહેર નજીક રહેતાં જયંતિભાઈ કનુભાઈ વાઘેલા ગતરોજ સાંજના સમયે મજૂરી કરી ઘરે પરત જતાં સમયે તેઓ મોટી શાકમાર્કેટ સામેથી પસાર થતો રોડ ક્રોસ કરતાં હતાં ત્યારે પુરપાટ ઝડપે પસાર થતી એક રીક્ષા ન.ં જીજે-૦૭, વીડબલ્યુ-૭૦૦૧ના ચાલકે જયંતીભાઈને અડફેટે લેતાં તેઓને ઈજા પહોંચી હતી.

(6:32 pm IST)
  • લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર છે પણ પબ્લિક પ્રોપર્ટીના ભોગે નહીં : સિટિઝનશીપ એક્ટ મામલે થઇ રહેલા તોફાનો દુર્ભાગ્યપૂર્ણ : આ ઍક્ટથી ભારતના કોઈપણ ધર્મના નાગરિકને કોઈ નુકશાન થવાનું નથી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ટ્વીટ access_time 7:14 pm IST

  • મિસ વર્લ્ડનો તાજ જમૈકાની 23 વર્ષીય યુવતિ ટોની એન.સિંહના શિરે : ભારતની સુંદરી સુમન રાવ ત્રીજા ક્રમે : લંડનમાં યોજાઈ ગયેલી સૌંદર્ય સ્પર્ધા access_time 8:17 pm IST

  • આપણે સાવરકરના સ્વપ્નનું નહીં,પરંતુ ભગતસિંહ અને આંબેડકરના સ્વપ્નનું ભારત બનાવવું જોઈએ : નાગરિકતા કાયદા પર જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયાકુમારે એનઆરસીના પરિણામથી સતર્ક રહેવા અપીલ કરતા કહ્યું કે આ હિન્દૂ-મુસ્લિમનો મામલો નથી પણ આ બંધારણથી જોડાયેલ મુદ્દો છે : સવિધાનને દુષિત થતા બચાવવાનો મામલો છે access_time 12:57 am IST