Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

મહેમદાવાદ પોલીસ ઘેટાં-બકરાંની હેરાફેરી ઝડપી: બે આરોપીઓને અટકાયત

અમદાવાદ-બરોડા એક્સપ્રેક્સ હાઇવે પર રાતના સમયે થઇ રહેલ ઘેટાં-બકરાંની હેરાફેરી પોલીસે ઝડપી પાડી છે. જાગૃત નાગરીક તરફથી મળેલી માહિતના આધારે પોલીસે એક્સપ્રેક્સ હાઇવે પર વોચ ગોઠવી મોડી રાત્રે રૂ.૨ લાખની કિમતના ૨૦૦થી વધુ ઘેટાં-બકરાંની હેરફેર કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. મહેમદાવાદ પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ શનિવારે રાત્રીના ૧૨.૩૦ વાગ્યે તેઓને મળેલી માહિતીના આધારે એક્સપ્રેક્સ વે પર રીલાયન્સ પાસે પોલીસે વોચ ગોઠવી હતી. દરમ્યાન ટ્રક નં.જીજે-૩૧, ટી-૨૫૫૯ આવી પહોચતા તેને રોકી તેમાં તપાસ કરતા ક્રૂરતાપૂર્વક હલન ચલન ન કરી શકે તે રીતે અને શારીરિક કષ્ટ પડે તે રીતે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વગર ટ્રકમાં ભરેલા ૨૦૦થી વધારે ઘેટાં બકરાં મળી આવ્યા હતા. જેથી પોલીસે પ્રાણી ક્રૂરતા અધિનિયમ ૧૯૬૦ની કલમ મુજબ ફરીયાદ નોધી આરોપી નજરમહંમદ ઉર્ફે મુન્નો વલીમહંમદ મકરાણી (રહે. પુષ્ઠી, પ્રજાપતિવાસ તા.ભિલોડા જી.અરવલ્લી) અને ઇસ્માઇલખાન નથ્થેખાન બલોચ (રહે. નંદાસણ શાલીવાડા તા.કડી જી.મહેસાણા)ની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:31 pm IST)