Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

સુરતના સિંગણપોરમાં દારૂના નશામાં ધૂત શખ્‍સ 50 ફૂટ ઉંચા મોબાઇલના ટાવર ઉપર ચડી ગયોઃ ‘શોલે'માં ધર્મેન્‍દ્રએ કરેલી સ્‍ટાઇલમાં નાટક શરૂ કર્યું

સુરતઃ સુરતમાં રવિવારે એક યુવકે દારૂના નશામાં ભાન ભુલીને મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો અને તેણે શોલેવાળી કરી હતી. લોકો પણ યુવકની શોલેવાળી જોવા માટે ટોળે વળ્યા હતા અને આ યુવકનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આખરે ફાયર બ્રિગેડે લિફ્ટની મદદથી તેને નીચે ઉતાર્યો હતો.

સુરતના સિંગણપોર વિસ્તારની આ ઘટના છે. એક યુવક દારૂના નશામાં ધૂત થઈને 50 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો. મોબાઈલ ટાવર પર ચડ્યા પછી તેના વચ્ચે આવેલા પોઈન્ટ પર ઊભો રહીને તેણે શોલેના ધર્મેન્દ્રની સ્ટાઈલમાં નાટક શરૂ કર્યું હતું. આ યુવકને જોવા માટે નીચે લોકોનાં ટોળે-ટોળાં વળ્યા હતા અને પોલીસને પણ જાણ કરાઈ હતી.

પોલીસે ફાયરની ટીમને બોલાવી હતી. ત્યાર પછી ફાયર વિભાગની ટીમે લિફ્ટની મદદથી યુવકને સમજાવી-ફોસલાવીને નીચે ઉતાર્યો ત્યારે લોકોને હાશકારો થયો હતો. પોલીસે આ યુવકને અટકમાં લઈને કાર્યવાહી હાથ ધરી છે.

(5:32 pm IST)