Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

વિજયભાઇ રૂપાણી સાંજે પાટણમાં રાણકીવાવના સાનિધ્યમાં વિરાસત સંગીત સમારોહ

 પાટણ તા ૧૬  :  શહેરના ઐતિહાસીક બલર્ડ હેરિટેજ સાઇટ રાણકીવાવ મહત્વ અને મહાત્યમ પ્રત્યે વિશેષ લોક જાગૃતિ કેળવવા અને વિશ્વવારસાના સંરક્ષણ માટે સજાગ બની રહે તે હેતુથી તા. ૧૬,૧૭ ડીસેમ્બરે રાણકીવાવના સાનિધ્યમાં વિરાસત સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે સમારોહના અધ્યક્ષ અને ઉદ્ઘાટન સાંજે ૬ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કરશે. મુખ્ય અતિથી વિશેષ તરીકે દિલીપભાઇ ઠાકોર મંત્રીશ્રી શ્રમ રોજગાર, યાત્રા વિકાસ બોર્ડ, જયારે અતિથી વિશેષ તરીકે મંત્રીશ્રી ઇશ્વરસીંહ પટેલ અને પાટણના પ્રભારીમંત્રી વાસણભાઇ આહીર ઉપસ્થિત  રહેનારા છે.

મુખ્યમંત્રીશ્રીને આવકારવા પાટણની રાણકીવાવને સુંદરરીતે સજાવવામાં આવી છે અને રોશનીનો ઝળહળાટથી શોભી ઉઠયુંુ છે શહેરના રોડ રસ્તાઓ ચોખાચણાક થઇ રહયા છે. પાટણ જીલ્લા વહીવટ તંત્ર જબરજસ્ત કામે લાગી ગયું છે. તા.૧૬,૧૭ ડીસેમ્બર વિરાસત સંગીત સમ્રાટનું આયોજન શેઠ એમ.એન. હાઇસ્કુલ ખાતે યોજાનાર છે, જેમાં ગુજરાતના જગપ્રસિધ્ધ કલાકારોથી સુ.શ્રી ગીતાબેન રબારી લોક ગાયક હરિહરનજી પાશ્ચર્ય ગાયક અને ગઝલ સમ્રાટ અને જીજ્ઞેશ કવિરાજ લોકગાયક સંગીત સમારોહને પ્રજાને સંગીતથી ડોલાવશે.

આ અંગે પાટણ જીલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ, પંકજ ભટ્ટ અધ્યક્ષ સંગીત નાટક અકાદમી ગાંધીનગર, નિમંત્રકશ્રી સી.બી. ઓમ, આઇ.એ.એસ. અગ્ર સચીવ રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના પાટણમાં આગમન માટે પાટણ શહેરને સજીધજી રંગરોશનીથી રાણકીવાવ એમ.એન. હાઇસ્કુલ સજાવવામાં આવી છે.

(3:34 pm IST)