Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

જીવંત પ્રસારણની માંગણીનો પત્ર સરકારને મોકલ્યોઃ રાજેન્દ્ર ત્રિવેદી

રાજકોટઃ વિધાનસભાના વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ વિધાનસભા સત્ર વખતે ગૃહની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાની માંગણી કરતો પત્ર વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીને પાઠવ્યો છે. આ અંગે આજે શ્રી ત્રિવેદીનો સંપર્ક સાધતા તેમણે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે વિપક્ષી નેતાનો પત્ર મળ્યો છે. આ પત્ર અમે સરકારને મોકલી આપેલ છે. જીવંત પ્રસારણમાં મોટો ખર્ચ થતો હોય છે. તે ખર્ચ સરકારે ભોગવવાનો થાય છે તેથી તે અંગેનો નિર્ણય લેવા માટે પત્ર સરકારને મોકલેલ છે. સરકાર કક્ષાએથી નિર્ણય થઇને મારી પાસે આવે પછી મારે આગળની કાર્યવાહી કરવા પાત્ર થશે.

(3:31 pm IST)
  • અમદાવાદમાં મેટ્રો રેલના સળીયાની ચોરી કરતો એક યુવાન ઝડપાયો : બીજો ફરાર : મેટ્રો રેલની સાઇટ પર ફરી એક વખત ચોરીનો બનાવ બન્યો : સુપરવાઇઝર મનોજસિંઘ સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન પાલડી જલારામ મંદિર સામે એક યુવાન ચોરી કરતા ઝડપાયો access_time 12:28 am IST

  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ લોકસભાની સીટ 543થી વધારીને 1000 કરવા અને રાજ્યસભાની બેઠકોમાં પણ વધારો કરવા હિમાયત કરી : પ્રણવદાએ કહ્યું કે દેશમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ માટે મતદાતાઓની સંખ્યા નિર્ધારિત કરતા ઘણી વધારે છે : પ્રણવ મુખરજીએ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા અટલ બિહારી વાજપેય સ્મૃતિ વ્યાખ્યાનમાં સતાધારી પાર્ટીને બહુસંખ્યકવાદ વિરુદ્ધ સતર્ક કર્યા હતા : તેઓએ કહ્યું કે લોકોએ બહુમતી આપી હશે પરંતુ મોટાભાગના મતદારોએ કોઈ એક પાર્ટીને ક્યારેય સમર્થન કર્યું નથી access_time 1:04 am IST

  • મિસ વર્લ્ડનો તાજ જમૈકાની 23 વર્ષીય યુવતિ ટોની એન.સિંહના શિરે : ભારતની સુંદરી સુમન રાવ ત્રીજા ક્રમે : લંડનમાં યોજાઈ ગયેલી સૌંદર્ય સ્પર્ધા access_time 8:17 pm IST