Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

દાઉદી વ્હોરા સમાજના ૫૩માં ધર્મગુરૂ ડો.સૈયદના આલીકદર મુફદલ સૈફફુદીન સાહેબને ૭૬માં જન્મદિને શુભેચ્છા પાઠવતા વિજયભાઈ રૂપાણી

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સૂરત શહેરના દેવડી ખાતે દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ઘર્મગુરૂ ડો. સૈયદના આલીકદર મુફદલ સેફુદીન સાહેબના ૭૬માં જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે તેમના આર્શીવાદ પણ મેળવ્યા હતા. સમાજના બાવનમાં દ્યર્મગુરૂ ડો.સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબના ૧૦૯માં જન્મદિનની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ વેળાએ મુખ્યંત્રીશ્રીએ દાઉદી વ્હોરા સમાજના ૧૯૨ યુગલોના સમૂહલગ્નોત્સવમાં નવદંપતિઓને આર્શિવાદ પાઠવી પ્રભુતામાં પગલા પાડતા નવદંપતિઓનું લગ્ન જીવન સુખ, શાંતિ અને સમૃધ્ધિમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી. સૈયદના સાહેબના શિક્ષણ, પર્યાવરણની ચિંતા કરી સમાજને શિક્ષિત, પ્રગતિશીલ બનાવવાના પ્રયાસોને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યા હતા. સૈયદના સાહેબ તેમના જ્ઞાન થકી સમાજ, રાજય અને રાષ્ટ્રને માર્ગદર્શન આપતા રહે એવી અભ્યર્થના તેમણે વ્યકત કરી હતી. મેયરશ્રી જગદીશભાઈ પટેલ, સાંસદશ્રીમતિ દર્શનાબેન જરદોશ, સાંસદશ્રી સી.આર.પાટીલ, ધારાસભ્ય સર્વશ્રી હર્ષ સંધવી, અરવિંદ રાણા, ઝંખનાબેન પટેલ આ અવસરે મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયા હતા.

(3:25 pm IST)
  • બિનસચીવાલયની પરીક્ષા મામલે સીએમને સીટનો રીપોર્ટ સોંપવામાં વિલંબ થશેઃ સીટ દ્વારા તપાસ કરવાની બાકી હોવાથી વિલંબઃ સીટનો રીપોર્ટ સોંપવામાં થશે વિલંબ access_time 12:14 pm IST

  • દેશના ઉત્તર પૂર્વના રાજ્યોની મુલાકાત લેવાની અમિત શાહમાં હિંમત નથી : બાંગ્લાદેશના વિદેશ મંત્રી અને જાપાનના પ્રધાન મંત્રીની મુલાકાત પણ રદ કરવી પડી : દેખાવકારો ઉપર હિંસા આચરી માનવ અધિકારોનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે : નાગરિકતા સંશોધન બિલ મુદ્દે સોનિયા ગાંધીનો પ્રકોપ access_time 8:17 pm IST

  • રાજકોટમાં વધુ બે નવા ઓવરબ્રીજની જાહેરાત: કાલાવડ રોડ ઉપર જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસે અને ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ઉમિયા ચોક ખાતે ઓવર બ્રીજ બનાવવાની સ્ટેન્ડીંગ કમીટી દ્વારા સરકારમાં દરખાસ્ત access_time 12:56 pm IST