Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

સુરતમાં આપઘાત દુષ્પ્રેરણાના કેસમાં સંડોવાયેલા મેઘના પટેલને કોંગ્રેસે ઉપપ્રમુખ પદના હોદ્દા પરથી હટાવી દીધા

સુદીપ દિલીપ નંદન નામના વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

સુરતમાં આપઘાત દુષ્પ્રેરણા કેસમાં સંડોવાયેલા પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ મેઘના પટેલને હોદ્દા પરથી દુર કરાયા છે. આપઘાત દુષ્પ્રેરણા કેસમાં મેઘના પટેલ સહિત છ લોકોની રાંદેર પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ તેમણે કેન્દ્રીય મોવડી મંડળના આદેશથી મહિલા પ્રદેશ પ્રમુખ ગાયત્રીબાએ હોદ્દા પરથી દૂર કર્યા છે.

 સુરતના ઉગત રોડ પર આવેલ ચિરાગ ખંડેરિયાની ઓફિસમાં જ સુદીપ દિલીપ નંદન નામના વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સુદીપે નાણા અને સોનાની ચોરીનો આરોપ લાગ્યો હતો.

  કેસમાં ઝડપાયેલા આરોપી દેવનારાયણના સોનાના દાગીના બનાવવાના કારખાનામાં સુદીપ દિલીપ નંદન કામ કરતો હતો. અને તેના પર દાગીના સગેવગે કર્યા હોવાનો આરોપ લાગ્યો હતો. તેને અલગ જગ્યાએ લઈ જઈ ગોંધીને માર પણ મારવામાં આવ્યો હતો. જે બાદ ચિરાગ તેણે આ કેસના આરોપી ચિરાગ ખંડેરીયાની ઉતર રોડ પર આવેલી ઓફિસમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ હતુ.

(1:42 pm IST)