Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

અમદાવાદ:ઓઢવમાં ગાર્ડનમાં પોલીસ તરીકે ઓળખ આપીને સગીરાના શારીરિક અડપલાં કરનાર ઝડપાયો

બાઈક પર બેસાડી કોમ્પ્લેક્ષમાં લઇ જઈને કિસ કરવા લાગ્યો : સગીરાએ પોલીસને જાણ કરી

અમદાવાદ : શહેરનાં ઓઢવ વિસ્તારનાં ગાર્ડનમાં પુરુષ મિત્ર સાથે બેઠેલી સગીરાનું અજાણ્યા શખ્સે પોતે પોલીસ છે તેવી ઓળખાણ આપીને અપહરણ કર્યું હતું. જે બાદ સગીરાને એક કોમ્પલેક્ષમાં લઇ જઇને શારીરિક અડપલા કર્યાં હતા. જે બાદ છોકરી ત્યાંથી ભાગી ગઇ હતી. આ ઘટનામાં પોલીસે ભરત નામના આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ આરોપીએ રૂપિયા પડાવવા માટે ગુનાને અંજામ આપ્યો હતો. હાલ આ આરોપીની પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે.

   વિરાટનગરમાં રહેતી ધો. 11 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષની સગીરા તેની સ્કૂલમાં અભ્યાસ કરતા તેના મિત્ર સાથે શનિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ વિરાટનગર સદગુરુ ગાર્ડનમાં ફરવા ગઈ હતી. બંને ગાર્ડન બેઠા હતા

  . આ દરમ્યાનમાં એક વ્યક્તિ ત્યાં આવ્યો હતો. તેણે ધમકી આપીને કહ્યું હતું કે, 'હું પોલીસવાળો છું, તમે અહીંયા શુ કરો છો કહી તેના બોયફ્રેન્ડને દૂર લઈ ગયો હતો.' ત્યારબાદ સગીરાને બોલાવી તેના મિત્રને લાફો માર્યો હતો અને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું. જેથી તેનો બોયફ્રેન્ડ ત્યાંથી જતો રહ્યો હતો.  

  અજાણ્યાં શખ્સએ સગીરાને પોલીસ સ્ટેશન આવવું પડશે કહી બાઈક પર બેસાડી દીધી હતી

યુવક તેને બાઈક પર બેસાડી ઓઢવ શબરી હોટલનાં કોમ્પલેક્ષમાં લઇ ગયો હતો. સિદ્ધિ વિનાયક હોસ્પિટલનાં ઉપરના માળે લઈ જતા સગીરાએ અહીંયા કોઈ નથી કહેતા સગીરાને નીચે પાડી તેને કિસ કરવા લાગ્યો હતો. જેથી સગીરાએ બુમાબુમ કરી ત્યાંથી નીચે હોસ્પિટલમાં ભાગી ગઇ હતી. હોસ્પિટલમાંથી મદદ મેળવી અને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી. જેથી ઓઢવ પોલીસ દોડી આવી હતી. આ ઘટના નિકોલની હદમાં બની હોવાથી નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે

(12:44 pm IST)