Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

સુરતના જહાંગીરબાદ-દાંડી રોડ પરના સીએનજી પંપમાં સ્કૂલવાનમાં આગ ભભૂકી : કર્મીઓએ આગ કાબુમાં લીધી

અચાનક આગ લાગતા કાર ચાલક ભાગીને પંપની બહાર જતો રહ્યો

સુરત : આજે વહેલી સવારે જહાંગીરબાદ-દાંડી રોડ વચ્ચે આવેલા સીએનજી પંપમાં ગેસ ભરાવવા આવેલી સ્કૂલ વાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. અચાનક આગ લાગતા કાર ચાલક ભાગીને પંપની બહાર જતો રહ્યો હતો. જે બાદ ત્યાંના કર્મચારીઓએ તાત્કાલિક ફાયર સેફટીનાં સાધનોથી આગને કાબુમાં લીધી હતી.

   કર્મચારીઓની જાગૃતતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ સાથે સદનસીબે સ્કૂલવાન કોઇપણ વિદ્યાર્થીઓ બેઠા ન હતા.

   આજે વહેલી સવારે 6.30 વાગ્યે સ્કૂલ વાનમાં ગેસ ભરવા પિન ખોલતા જ આગ ભભૂકી ઉઠી હતી. પંપના કર્મચારીઓએ તાત્કાલિક ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

(12:37 pm IST)