Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ઐતિહાસિક પ્રસંગે અમરેલીના નવનિયુકત આઇપીએસ પ્રેમસુખ ડેલુ છવાઇ ગયા

ગુજરાત પોલીસના ઐતિહાસિક બહુમાન આપતા અગાઉ સીબીઆઇ, રો, આઇબી સહિતના ૭ ડીજીપીઓએ ચકાસણી કરેલીઃ શિવાનંદ ઝાની અભ્યાસપુર્ણ રજુઆત રંગ લાવીઃ સૌરાષ્ટ્રના આ નવયુવાન આઇપીએસને પરેડ કમાન્ડન્ડની જવાબદારીઃ કાર્યક્રમ પુર્ણ થયે આ આઇપીએસની રીંગ સેરેમની પણ તેજ સ્થળે થઇઃ અકિલા સાથેની વાતચીતમાં સામાન્ય કિશાન પરીવારના અને સરકારી સ્કુલમાં ભણી એમએની ડીગ્રી સુવર્ણચંદ્રક સાથે મેળવનાર સૌરાષ્ટ્રનું ગૌરવ વધારનાર આ અધિકારીએ રસપ્રદ વિગતો વર્ણવી

ઐતિહાસિક પ્રસંગની યાદગાર તસ્વીર. ગાંધીનગર ખાતે કરાઇ પોલીસ અકાદમીમાં ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ દ્વારા ખાસ નિશાન અને ધ્વજ અર્પણ કરવાના ઐતિહાસિક પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વંૈકયા નાયડુ દ્વારા ડીજીપી શિવાનંદ ઝાને ધ્વજ અર્પણ પ્રસંગની તસ્વીરમાં મુખ્યમંત્રીના પ્રિન્સીપલ ચીફ સેક્રેટરી કે.કૈલાશનાથન, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, રાજયપાલ અને અમદાવાદના પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા વિગેરે દ્રષ્ટિગોચર થાય છે.

રાજકોટ, તા., ૧૬: ગુજરાત પોલીસની ૬૦ વર્ષની પ્રસંશનીય સેવાઓ, શોર્ય , પરાક્રમ અને શહીદીનો ઇતિહાસ નજર સમક્ષ રાખી રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત પોલીસને ખાસ નિશાન ફાળવવા સાથે અલગ ધ્વજ ફાળવવામાં આવ્યાની ઐતિહાસિક ઘડીએ  ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુએ રાજયના યશસ્વી પોલીસ વડા શિવાનંદ ઝાને ધ્વજ અર્પણ કરી ઇતિહાસ રચ્યો છે તેવી આ ઐતિહાસિક ક્ષણોમાં સૌરાષ્ટ્રની ભુમીકા ખુબ જ મહત્વની રહી છે એ વાત વગર આખી કથા અધુરી છે.

આ ઐતિહાસિક પરેડની મહત્વની  પરેડ કમાન્ડન્ડની જવાબદારી અમરેલીમાં તાજેતરમાં જ એએસપી તરીકે નિમાયેલા ર૦૧૬ બેચના રાજસ્થાન કેડરના પ્રેમસુખ  ડેલુને સુપ્રત થઇ હતી.પરેડ કમાન્ડન્ડની જવાબદારી ખુબ જ હોનહાર આઇપીએસ અધિકારીને સુપ્રત થતી હોય છે. અમરેેલીના એએસપી પ્રેમસુખ ડેલુ ભાગ્યશાળી બન્યા છે. બીજી એક મહત્વની બીના એ બની કે  પ્રેમસુખ ડેલુની રીંગ સેરેમની (સગાઇ) વિધિ આ કાયક્રમ પત્યા બાદ એ જ સ્થળે  પરીવારના સભ્યોની હાજરીમાં કરવામાં આવી આમ આ પ્રસંગ પણ ખુબ જ મહત્વનો બની રહયો.

રાજસ્થાનના બીકાનેર પંથકના ખેડુત પરીવારના પ્રેમસુખ ડેલુ સરકારી શાળામાં ભણી પ્રગતી હાંસલ કરી છે. તેઓએ એમએ  વીથ હિસ્ટ્રીની ડીગ્રી સુવર્ણચંદ્રક સાથે મેળવી છે. તેઓએ રાજસ્થાન સરકારમાં પણ પ્રસંશનીય સેવાઓ આપી છે.

રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા વિશિષ્ટ નિશાન માટેની અભ્યાસપુર્ણ દરખાસ્ત દિલ્હી પહોંચી ત્યારે આ દરખાસ્તની ચકાસણી ગૃહ મંત્રાલય, સીઆરપીએફ, બીએસફ, સીબીઆઇ, રો, આઇબી, ઓરીસ્સા પોલીસ અને હિમાચલ પ્રદેશના ો ડીજીપીએ સમગ્ર દરખાસ્તની ચકાસણી કરી રાષ્ટ્રપતિ પાસે મોકલી હતી અને ત્યાર બાદ જ રાષ્ટ્રપતિએ મંજુરીની મહોર મારી હતી. આમ ગુજરાત આ વિશિષ્ટ માન મેળવવામાં ૭ મું રાજય બન્યું છે. ગુજરાતમાં એક લાખથી પણ વધુનું સંખ્યાબળ છે. ડીજીપી શિવાનંદ ઝાની અભ્યાસપુર્ણ દરખાસ્ત અને ઝીણવટભરી એન કુનેહભરી રજુઆત પણ મહત્વની બની હતી.

 

(12:18 pm IST)
  • કેન્દ્ર સરકારે 35298 કરોડ રૂપિયાની રકમ GSTના લેણાં પેટે છૂટી કરી : રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાષિત પ્રદેશોની માંગણીને વાચા : સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સીસે આપેલી માહિતી : 18 ડિસેમ્બરના રોજ મળનારી GST કાઉન્સિલ મીટીંગ પહેલા લેવાયેલો નિર્ણય access_time 8:20 pm IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે લેવાયેલ એમએસઈ સેમેસ્ટર-૧માં મેથેમેટીકસ એલઝીબ્રા પેપરમાં પેપરસેટરે કોર્ષ બહારનું પૂછતા વિદ્યાર્થીનો હોબાળો : વિદ્યાર્થીઓનો આક્રમક મિજાજ પારખી પ્રશ્નપત્ર રદ્દ કરવાની ફરજ પડી access_time 5:55 pm IST

  • રાજયના મહેસુલ કર્મચારી ની હડતાલ સમેટાઇઃ રાજય સરકારે તમામ માંગણીઓ સ્વીકારી લીધીઃ ટુંક સમયમાં કલાર્ક અને નાયબ મામલતદારોને પ્રમોશનઃ ખાલી જગ્યાઓ તુરત ભરાશેઃ રેવન્યુ તલાટીઓને પંચાયતમાં મોકલવા અંગે પણ ઝડપથી નિર્ણયઃ કાલથી તમામ કલેકટર મહેશુલી કચેરીઓ ધમધમતી થશેઃ રાહતનો શ્વાસ લેવા અધિકારી access_time 4:24 pm IST