Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ગુજરાત સરકારને પેટ્રોલ વેરાની રોજની આવક રૂ૧૧.૬૮ કરોડ : ડિઝલથી રોજ રૂ ૨૬.૬૭ કરોડ મળે છે

૨૦૧૮-૧૯ ના વર્ષમાં આવક વધી રૂા ૧૧૨૬ કરોડ

અમદાવાદ તા ૧૬  : કેન્દ્રમાં જયારે કોંગ્રેસના નેતૃત્વ હેઠળની શ્ભ્ખ્ સરકાર શાસનમાં હતી ત્યારે ગુજરાતમાં પેટ્રોલ ડિઝલનો ભાવ-વધારો રાજયના શાસક પક્ષ-ભાજપ માટે વિરોધનો પુરો હતો,પરંતુ હવે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી ફઝ્રખ્ સરકાર શાસનમાં છે, ત્યારેપેટ્રોલ-ડિઝલના ભાવ વધેછે કે, ઘટેછે ? તેનો કોઇ ચર્ચા શુદ્ધાં થતી નથી. એનુંમુખ્ય કારણ એ છે કે, દેશામાં જુલાઇ,૨૦૧૭થી વેટ સહિતના વેરાઓની નાબુદી બાદ ઞ્લ્વ્નો અમલ શરૂ કરાયો છે, પરંતુ પેટ્રોલ-ડિઝલને ઞ્લ્વ્ માંથી બાકાત રખાયા છે અને એટલે રાજયમાં  પેટ્રોલ-ડિઝલ પર ભાવ વધારો થાય છે તેની સાથે ગુજરાત સરકારની વેરાની આવકમાં પણ જોરદાર વધારો થઇરહયો છે. ૧૮-૧૯ના વર્ષમાં ગુજરાત સરકારની આવક અગાઉના વર્ષ કરતા રૂ ૧૧૨૬ કરોડ વધી હતી.

ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ ઉપર૧૭ ટકા વેરો અને તેના ઉપર ૪ ટકા લેખે સેસ વસુલવામાં આવે છે. વાહનોની સંખ્યા સતત વધી રહી છે એટલે પેટ્રોલ-ડિઝલનો  વપરાશ વધી રહ્યો છે. જેના કારણે ગુજરાત સરકારની પેટ્રોલ-ડિઝલ ઉપરના વેરાની આવક સતત વધી રહી છે. ૨૦૧૫-૧૬થી ૨૦૧૮-૧૯ના  માત્ર ચાર જ વર્ષમાં સરકારને પેટ્રોલના વેરા પેટે ૧૪,૪૪૭ કરોડ અને ડિઝલ પરના વેરા પેટે ૨૪,૪૦૦.૨૨ કરોડ એટલે કે, પેટ્રોલ-ડિઝલ પરના વેરા પેટે કુલ ૪૬,૮૪૨.૭૬ કરોડની ધરખમ આવક થઇ ગઇ હતી. અર્થાત રાજય સરકારને માત્ર ૪ વર્ષ દરમ્યાન પેટ્રોલ-ડિઝલ પરના વેરા પેટે રોજની સરેરાશ ૧૨૯.૪૯ કરોડની આવક થઇ હતી.

સત્તાવાર આંકડા પ્રમાણે ૨૦૧૫-૧૬ના વર્ષમાં પેટ્રોલ ઉપરના વેરા પેટે ૨૭૩૪ કરોડ અને ડિઝલ પરના વેરા પેટે ૬૦૮૬ કરોડ એટલે કે, કુલ ૮૮૨૦ કરોડની અર્થાત્  રોજની સરેરાશ ૨૪.૨૬ કરોડની આવક થતી હતી. જયારે તેની સામે ૨૦૧૮-૧૯ના વર્ષમાં ગુજરાત સરકારને પેટ્રોલના વેરા પેટેરૂ ૪૨૬૬ કરોડ અને ડિઝલના વેરા પેટે રૂ.૯૭૩૪ કરોડ એટલે કે કુલ ૧૪૦૦૧ કરોડની અર્થાત્ રોજની સરેરાશ ૩૮.૫૩ કરોડની આવક થઇ હતી. ૨૦૧૫-૧૬ની સરખામણીમાં ૨૦૧૮-૧૯માં ગુજરાત સરકારની પેટ્રોલ-ડિઝલ પરના વેરાની આવકમાં ૫૧૮૧ કરોડની તથા દૈનિક આવકમાં ૧૭.૩૭ કરોડનો વધારો થયો છે.

(11:50 am IST)