Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

યુવાનો મોબાઇલ પર નહિ, મેદાન પર સમય વિતાવે : રાજેન્દ્ર ત્રિવેદી

ખેલ મહાકુંભના વિજેતાઓના સન્માન પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષનો અનુરોધ

વડોદરામાં ખેલ મહાકુંભના રમતવીરોના સન્માન પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી, ધારાસભ્ય સીમાબેન મોહિલે, મ્યુનિસિપલ કમિશનર શ્રી નલીન ઉપાધ્યાય, સ્પોર્ટસ ઓથોરીટીના નિયામક વાય, એસ. રાવલ વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ, તા. ૧૬ : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી વડોદરા, તા.૧૪ ડિસેમ્બર (શનિવાર) ખેલમહાકુંભ-૨૦૧૯માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર અને રાજય કક્ષા ઝળકેલા રમતવીરો-ટીમોને પ્રોત્સાહિત કરવા અને બિરદાવવા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા શહેરના માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ભાઈ ત્રિવેદીના અધ્યક્ષતામાં ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે પ્રેરિત કરવા બદલ તેમના માતા-પિતાને અભિનંદન આપતા જણાવ્યું કે, ખેલમહાકુંભ-ખેલો ઈન્ડિયના માધ્યમથી દેશમાં આજે રમગગમત ક્ષેત્રેએક નવા વાતાવરણનું નિર્માણ થયું છે. આજે રમતવીરોની પ્રતિભા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજાગર થઈ છે. તેમણે યુવાનોની ખાવાની આદતો પ્રત્યે કાળજી લેઈ પિઝા-ફાસ્ટફૂડથી દૂર રહેવા અને મોબાઈલં પર નહિ મેદાન પર સમય વિતાવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સીમાબેન મોહિલે, મ્યુનિસિપલ કમિશનર શ્રી નલીન ઉપાધ્યાય, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ડાયરેકટર શ્રી વાય. એસ. રાવલ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દિલીપસિંહ ગોહિલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી કેતુલ મહેરિયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

(11:49 am IST)