Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

સુરતના સિંગણપોર ચાર રસ્તા નજીક નશાખોર યુવક 70 ફૂટના મોબાઈલ ટાવર પર ચડ્યો : ધમાલ મચાવી

ફાયરબ્રિગેડની ટીમે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી નીચે ઉતારી પોલીસ હવાલે કર્યો

સુરતના  સિંગણપોર ચાર રસ્તા નજીક દારૂના નશામાં ધૂત એક યુવક 70 ફૂટના મોબાઈલ ટાવર પર ચડી ધમાલ મચાવી હતી  ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી યુવકને સહી સલામત નીચે ઉતારી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

 સિંગણપોર ચાર રસ્તા નજીક આવેલી ઝુપડપટ્ટીમાં રહેતો 35 વર્ષીય દિનેશ કાના છુટક મજુરી કામ કરે છે. રવિવારે દિનેશ દારૂના નશામાં સિંગણપોર ચાર રસ્તા નજીક આવેલા 70 ફૂટના મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો. જેને પગલે લોકો એકઠાં થઈ ગયા હતા.
  ફાયર વિભાગને 11.21 કલાકે જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયરના જવાનોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ ૧૨ વાગ્યે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી યુવકને ટાવર પરથી નીચે ઉતારવામાં સફળતા મળી હતી. યુવકને નીચે ઉતારતા દારૂના નશામાં અને માનસિક સ્થિતિ સારી ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. યુવક 70 ફૂટના મોબાઈલ ટાવર પર ચડી ગયો હોવાની જાણ થતા ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. યુવકને નીચે ઉતારવામાં જો યુવક કૂદી પડે તો નીચે નેટ પાથરી બચાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.
  જોકે, યુવકને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી નીચે ઉતારવામાં સફળતા મળી હતી. યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાનું લાગી રહ્યું છે. ઘટના સ્થળે એકઠાં થયેલા લોકો આ યુવકના નાટકનું સોશિયલ મીડિયામાં લાઈવ પણ કરતા નજરે પડ્યા હતા. જોકે યુવક ને ભારી જહેમત બાદ નીચે ઉતારી પોલીસ ના હવાલે કરવામાં આવીયો હતો પોલીસ આ યુવાન ધરપકડ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

(7:07 pm IST)