Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

સુરાતમાં આપઘાતની દુષ્પ્રેરણા કરાવવા બદલ કોંગ્રેસના મહિલા આગેવાન મેઘના પટેલ સહિત છ લોકોની ધરપકડ

આપઘાત કરનાર સુદીપ પર ઘરમાંથી નાણાં અને સોનાની ચોરીનો આરોપ મુકાયો હતો.: અપહરણ કરીને માર માર્યો હતો

સુરતમાં આપઘાતની દુષ્પ્રેરણા કરવા બદલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસી મહિલા આગેવાન મેઘના પટેલ સહિત 6 લોકોની પોલીસે ધરપકડ કરી છે. સુદીપ દિલીપ નંદન નામના વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. ઘરમાંથી નાણાં અને સોનાની ચોરીનો સુદીપ ઉપર આરોપ મુકાયો હતો.

   સુદીપનું અપહરણ કરી માર મારી તેને ઇજાઓ પહોંચાડી હતી. પોલીસે પ્રદેશ મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ મેઘના પટેલ, દેવનારાયણ સુબલ, શ્રેયા સુબલ, ચિરાગ ખંડેરિયા, તરૂણ નાગર અને અર્જુન ચૌધરીની ધરપકડ કરી હતી. સોનાના દાગીના સગેવગે કર્યા હોવાનો મૃતક પર આરોપ લગાવવામાં આવ્યો હતો.

(9:58 pm IST)