Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ઉરાષ્ટ્રપતિએ મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી સાથે કચ્છ રણોત્સવનો ધોરડોમાં રંગારંગ પ્રારંભ કરાવ્યો

ઉરાષ્ટ્રપતિ અને મુખ્મંત્રીએ ઊંટ ગાડીમાં બેસીને સફેદ રણનો નજારો જોવા પ્રસ્થાન કર્યું: વૈકૈંયાજીએ કચ્છની પ્રખ્યાત દાબેલી સાથે કચ્છી કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણ્યો

ભુજ : દેશના ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે કચ્છ રણોત્સવનો ધોરડોમાં રંગારંગ પ્રારંભ કરાવ્યો છે

 આ અવસરે પ્રવાસન મંત્રી, રાજ્ય મંત્રી અને કચ્છના સાંસદ સહિત ધારાસભ્યો ઉપસ્થિત  રહ્યાં હતા. આ ઉપરાંત આમંત્રિતો અને પ્રવાસન સચિવ અને પ્રવાસન વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. ઉરાષ્ટ્રપતિ અને મુખ્મંત્રી એ ઊંટ ગાડીમાં બેસીને સફેદ રણમાં ટહેલવાની મજા માણી હતી

   ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયાજીએ બરફની ચાદર જેવા કુદરતી સૌંદર્યથી સભર સફેદ મીઠાથી આચ્છાદિત સફેદરણમાં કેમલ સફારી દ્વારા  સૂર્યાસ્તનો અદ્દભુત નઝારો માણ્યો હતો. ઉપરાષ્ટ્રપતિ વૈકૈયાજીએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કલાકારોને બિરદાવ્યા હતા. સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે, જે તે પ્રદેશની આગવી ખાસિયત સમી પ્રાદેશિકતાની ઓળખ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી જાણી શકાય છે. વિવિધતામાં એકતા એ ભારતની ઓળખ છે અને દરેક પ્રદેશની કલા અને સંસ્કૃતિ થકી આપણી ગૌરવશાળી ભારતીય પરંપરા ઉજાગર થાય છે.  ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયા નાયડુએ કચ્છની પ્રખ્યાત દાબેલી સાથે કચ્છી કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણ્યો હતો.

(9:54 pm IST)
  • ર૪મી સુધી પાયલ રોહતગીને જેલ : પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને તેમના પિતા મોતીલાલ નહેરૂ વિરૂદ્ધ વાંધાજનક વિડીયો બનાવવા અને તેને શેયર કરવાના મામલે અભિનેત્રી પાયલ રોહતગીને ર૪મી સુધી જેલ સજા થઇ છે : બુંદી પોલીસે ગઇકાલે અમદાવાદથી ધરપકડ કરી હતી access_time 4:06 pm IST

  • દેશના ઉત્તર પૂર્વના રાજ્યોની મુલાકાત લેવાની અમિત શાહમાં હિંમત નથી : બાંગ્લાદેશના વિદેશ મંત્રી અને જાપાનના પ્રધાન મંત્રીની મુલાકાત પણ રદ કરવી પડી : દેખાવકારો ઉપર હિંસા આચરી માનવ અધિકારોનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે : નાગરિકતા સંશોધન બિલ મુદ્દે સોનિયા ગાંધીનો પ્રકોપ access_time 8:17 pm IST

  • રાજકોટમાં વધુ બે નવા ઓવરબ્રીજની જાહેરાત: કાલાવડ રોડ ઉપર જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસે અને ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ઉમિયા ચોક ખાતે ઓવર બ્રીજ બનાવવાની સ્ટેન્ડીંગ કમીટી દ્વારા સરકારમાં દરખાસ્ત access_time 12:56 pm IST