Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

નલિયા ખાતે પારો ૧૦થી નીચે : કાતિલ ઠંડીનું મોજુ

અમદાવાદમાં પણ તાપમાન ૧૩.૭ ડિગ્રી નોંધાયું : પાટનગર ગાંધીનગરમાં પારો ૧૨.૫ ડિગ્રી થયો : હાલમાં ઠંડી વધવાના સંકેત : લોકો ગરમ વસ્ત્રોમાં સુસજ્જ દેખાયા

અમદાવાદ, તા.૧૫ : અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને હજુ આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. આનો મતલબ એ થયો કે, હજુ વધુ ઠંડી પડવાના સંકેત દેખાઈ રહ્યા છે. આજે નલિયામાં પારો ગગડીને ૯.૪ અને ગાંધીનગરમાં ૧૨.૫ ડિગ્રી રહ્યો હતો જ્યારે ડિસામાં લઘુત્તમ તાપમાન ૧૧.૨ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં પણ ૧૩.૭ ડિગ્રી તાપમાન થયું છે. આજે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન શનિવારની સરખામણીમાં ૧૩.૭ ડિગ્રી થઈ ગયું હતું. જ્યારે ડીસામાં પારો ગઈકાલની સરખામણીમાં આજે ઘટ્યો હતો અને લઘુત્તમ તાપમાન ૧૧.૨ રહ્યું હતું. ગાંધીનગરમાં પારો ગગડીને ૧૨.૬ થયો હતો. અમદાવાદમાં ઠંડીનો ચમકારો રહેતા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા. ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વસ્ત્રોના બજારમાં જોરદાર તેજી જામી છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જોવા મળી રહી છે.

                અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં પારો આવતીકાલે યથાસ્થિતિમાં રહી શકે છે અને તાપમાનમાં નજીવો ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયા બાદ ઠંડીને લઈને લોકો સજ્જ છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે લઘુત્તમ તાપમાન આવતીકાલે ૧૨ ડિગ્રીની આસપાસ રહી શકે છે. હવામાનના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસના ગાળા દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ  નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડી પ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે.  હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે.

ક્યાં કેટલું તાપમાન.....

સ્થળ

લઘુત્તમ તાપમાન

અમદાવાદ

૧૩.૭

ડિસા

૧૧.૨

ગાંધીનગર

૧૨.૫

વડોદરા

૧૫.૨

સુરત

૧૬.૨

વલસાડ

૧૫.૬

પોરબંદર

૧૫.૨

કેશોદ

૧૨.૨

રાજકોટ

૧૨.૭

સુરેન્દ્રનગર

૧૩.૫

મહુવા

૧૩.૫

ભુજ

૧૨.૬

નલિયા

૯.૪

કંડલા એરપોર્ટ

૧૨.૩

(9:41 pm IST)
  • ર૪મી સુધી પાયલ રોહતગીને જેલ : પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને તેમના પિતા મોતીલાલ નહેરૂ વિરૂદ્ધ વાંધાજનક વિડીયો બનાવવા અને તેને શેયર કરવાના મામલે અભિનેત્રી પાયલ રોહતગીને ર૪મી સુધી જેલ સજા થઇ છે : બુંદી પોલીસે ગઇકાલે અમદાવાદથી ધરપકડ કરી હતી access_time 4:06 pm IST

  • આપણે સાવરકરના સ્વપ્નનું નહીં,પરંતુ ભગતસિંહ અને આંબેડકરના સ્વપ્નનું ભારત બનાવવું જોઈએ : નાગરિકતા કાયદા પર જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયાકુમારે એનઆરસીના પરિણામથી સતર્ક રહેવા અપીલ કરતા કહ્યું કે આ હિન્દૂ-મુસ્લિમનો મામલો નથી પણ આ બંધારણથી જોડાયેલ મુદ્દો છે : સવિધાનને દુષિત થતા બચાવવાનો મામલો છે access_time 12:57 am IST

  • કેન્દ્ર સરકારે 35298 કરોડ રૂપિયાની રકમ GSTના લેણાં પેટે છૂટી કરી : રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાષિત પ્રદેશોની માંગણીને વાચા : સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સીસે આપેલી માહિતી : 18 ડિસેમ્બરના રોજ મળનારી GST કાઉન્સિલ મીટીંગ પહેલા લેવાયેલો નિર્ણય access_time 8:20 pm IST