Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

ત્રણ રાજ્યોના પરિણામ બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે અને જુઠાણાઓ ફેલાવે છે :વિજયભાઈ રૂપાણી

કર્ણાટકમાં ખેડૂતોના દેવાની માફીનું તરકટ કર્યું:રાફેલ મુદ્દે સુપ્રીમમાં ફટકાર :તેલંગણા અને મિઝોરમમાં વિશ્વાસ ગુમાવ્યો

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, આવનારા દિવસોમાં જે પડકારો આવવાના છે,તેના માટે પ્રદેશની ટીમે યોગ્ય દિશા સૂચન સાથે અનેક કાર્યક્રમો આપ્યાં છે. કાર્યકર્તાને યોગ્ય લક્ષ્‍ય સાથે જોડવો તે ભાજપની પરંપરા છે, તેના પરિણામ સ્વરૂપ અપેક્ષિત પરિણામ આવનારા દિવસોમાં લાવી શકાય છે .

   મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે છેલ્લી કેટલીયે ચૂંટણીઓમાં કોંગ્રેસની ધોબી પછાડ બાદ કોંગ્રેસના મિત્રો ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ વિવેક ભૂલી આનંદના અતિરેકમાં બેફામ નિવેદનો તેમજ જુઠાણા ફેલાવી રહ્યાં છે.

 રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે કર્ણાટકમાં ખેડૂતોના દેવાની માફીનું તરકટ કર્યું છે, તે મુજબ માત્ર ૮૦૦ લોકોને જ નોમીનલ રકમ આપીને કર્ણાટકના ધરતીપુત્રોને છેતર્યા છે. આ ઉપરાંત રાફેલના કેસમાં સુપ્રિમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને કોંગ્રેસને જે ફટકાર લગાવી છે, તેમજ તેલંગણા અને મિઝોરમમાં કોંગ્રેસની આ જ કરતૂતના કારણે પ્રજાનો વિશ્વાસ ગુમાવ્યો છે.

(9:50 pm IST)