Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

સુરતના લીંબાયતમાં અસામાજિક તત્વોનો આતંક : ખુલ્લી તલવાર વડે દુકાનમાં તોડફોડ:CCTVમાં કેદ

કાચના ડ્રોવર પર તલવારોના ઘા : દુકાનમાલિક પર પણ હુમલો કરવા પ્રયાસ

 સુરતના લિંબાયતમાં ગત રાત્રે અસામાજિક તત્વએ દુકાનમાં ભારે તોડફોડ કરી હતી.એક શખ્સ ખુલ્લી તલવાર લઈને જ્યુસની દુકાનમાં ધસી આવે છે. અને તલવાર વડે દુકાનમાં ભારે આતંક મચાવે છે તે દુકાનમાલિક પર પણ હુમલો કરવાની કોશિશ કરે છે. પરંતુ તે અંદર નાસી જતાં આ શખ્સે દુકાનનો સામાન તોડવાનું શરૂ કરી દીધું હતું

.કાચના ડ્રોવર પર તે તલવારોના ઘા ઝીંકે છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે

  .આ હુમલાને પગલે દુકાન માલિક અને આસપાસના વેપારીઓમાં ભારે ફફડાટનો માહોલ છે. જોકે આ શખ્સે શા માટે આ દુકાનને નિશાન બનાવી હતી. કેમ તેણે આ દુકાનમાં આતંક મચાવ્યો..શા માટે તે આટલો ઉગ્ર બન્યો હતો. આ તમામ સવાલોના જવાબો મેળવવા લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:41 pm IST)