Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

વડોદરામાં પંચવટી કેનાલમાં બે યુવકો ડૂબ્યા :શોધખોળ શરૂ

હાથ પગ ધોવા જતા પગ લપસતાં પાણીમાં ગરકાવ

વડોદરામાં આવેલી પંચવટી કેનાલમાં બે યુવકો હાથ-પગ ધોવા જતા ડૂબ્યા હોવાની ઘટના સાઅમે આવી છે. બંને યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે

 . આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.હાલમાં આ યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રવિવારે બપોરનાં સમયે બે યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી. આ બંને યુવકો હાથ-ધોવા માટે પંચવટી કેનાલમાં ગયા હતા. દરમિયાન અચાનક પગ લપસતા બંને યુવકો કેનાલમાં ડૂબ્યા હતા. આ વિશે સ્થાનિકોએ તરત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક ધોરણે યુવકોને શોધવાની કામગીરી હાથ ધરી છે.

(8:14 pm IST)