Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂ ગેલેરીમાં જવા પ્રવાસીઓને પરેશાની થતા કર્યો હોબાળો

પોલીસે દરમિયાનગીરી કરતાં આખરે મામલો થાળે પડ્યો

નર્મદા: સરદાર સરોવર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુ ગેલેરીમાં જવા માટે પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો સવારના લાઈનમાં ઉભા રહેલા પ્રવાસીઓને 3 વાગ્યા સુધી ઉભા રહેવું પડ્યું હતું  આ દરમિયાન ટાઈમ પૂરો થઈ જતાં વ્યુ ગેલેરીમાં જવા ન દેતાં પ્રવાસીઓએ હોબાળો કર્યો હતો. જોકે પોલીસે દરમિયાનગીરી કરતાં આખરે મામલો થાળે પડ્યો હતો. 

  અત્રે ઉલ્લેખનીય છે, કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પછી તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી છે. ત્યારે અવાર નવાર પડતી તકલીફોથી પ્રવાસીઓએ કંટાળીને હોબાળો મચાવ્યો હતો. હોબાળો થતા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. 

(7:41 pm IST)