Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

અમદાવાદના રાયખડમાં તંબુ બાંધીને ચાલતું જુગારધામ ઝડપાયું :47 શકુનિઓની અટકાયત : મુખ્ય આરોપી મહિલા સહિત ત્રણ શખ્સો ફરાર

અમદાવાદ: સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાયખડમાં ચાલતા જુગારધામ પર રેડ પાડીને 47 જેટલા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. સાથે જ પોલીસે આ તમામ લોકો પાસેથી સાત લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે જુગાર ચલાવનાર મુખ્ય આરોપી મહિલા સહિત ત્રણ શખ્સો ફરાર છે જેને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.

     ઝડપાયેલા તમામ આરોપીઓ છેલ્લા કેટલાય સમયથી રાયખડ મિલના કમ્પાઉન્ડમાં તંબુ બાંધીને જુગાર રમતા હતા. આ અંગે મળતી માહિતી મળતા જ સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે રેડ કરી હતી. છેલ્લા ઘણા સમયથી પરસી ક્રિશ્ચન નામની મહિલા આ જુગારધામ ચલાવતી હતી જોકે ખુલ્લામાં નાસીર અને અન્ય તીન પત્તીનો જુગાર રમાડતા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલ રેડ કરતા સ્થાનિક પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ વચ્ચે વિવાદનો વંટોળ ઉભો થયો છે.

(7:37 pm IST)