Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

ગિરિમથક માઉન્ટ આબુ થીજ્યું : માઇનસ ૨.૪ ડીગ્રી તાપમાન : બરફના થર જામ્યા

પર્યટકો સહીત રહીશોને ઘરમાં જ પુરાઈને રહેવાનો વારો આવ્યો

ઉત્તર ભારતમાં થઇ રહેલ સતત હિમવર્ષના કારણે ગુજરાત ઠંડુગાર બની ગયું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના ગીરીમથક માઉન્ટ આબુમાં આજે વહેલી પરોઢે માઇનસ ૨.૪ ડીગ્રી તાપમાન નોધાવા પામ્યું છે.

  તાપમાનનો પારો માઇનસમાં જતા બરફના થર જામ્યા છે ને ખુલ્લા મેદાનમાં બરફની ચાદર છવાઈ છે. કાતિલ ઠંડીના કારણે પર્યટકો સહીત રહીશોને ઘરમાં જ પુરાઈને રહેવાનો વારો આવ્યો છે.

(6:07 pm IST)