Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

બ્રોકર્સ પાસેથી 155 કરોડના બિટકોઇન પડાવવાના કેસમાં વધુ બે ભાગેડુ આરોપી પકડાયા : છ દિવસના રિમાન્ડ મંજુર

બ્રોકર પિયુષ સાવલીયા તથા ધવલ માવાણીનું અપહરણ કરી ગેરકાયદે ગોંધી રાખીને બળજબરીથી બીટકોઈન ટ્રાન્સફર કરાવવાનો આરોપ

સુરત :બીટકોઈન બ્રોકર્સ પાસેથી રૂ.૧૫૫ કરોડની કિંમતના બીટકોઈન પડાવી લેવાના મુખ્ય આરોપી બિલ્ડર શૈલેશ ભટ્ટના કારસામાં સામેલ વધુ કોર્ટે ભાગેડુ જાહેર કરેલા બે આરોપીઓને સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે. મોડી સાંજે બંને આરોપીઓને કોર્ટમાં રજુ કરી ૧૨ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે આરોપીઓને તા.૨૧મી ડીસેમ્બર સુધીના ૬ દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

  બીટકનેક્ટેડ કંપનીના બ્રોકર પિયુષ સાવલીયા તથા ધવલ માવાણીનું અપહરણ કરી ગેરકાયદે ગોંધી રાખીને બળજબરીથી રૂ.૧૫૫ કરોડની કિંમતના બીટકોઈન ટ્રાન્સફર કરાવી લેવા અંગે મુખ્ય આરોપી બિલ્ડર શૈલેશ ભટ્ટના કારસામાં સામેલ વધુ બે નાસતા ફરતા આરોપીઓની સીઆઈડી ક્રાઈમ સુરત ઝોને ધરપકડ કરી છે

(5:53 pm IST)