Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

સુરતના ભાજપ કોર્પોરેટર અમિતસિંહ વિવાદમાં ;ઓફિસમાં મુલાકાતીઓનું તિલકથી કર્યું સ્વાગત :કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો

ભાજપ હવે વિકાસની રાજનીતિ છોડીને કટ્ટરવાદની રાજનીતિ કરતુ હોવાનો આક્ષેપ

રતમાં ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત વિવાદમાં સપડાયા છે. પોતાની ઓફીસમાં તમામ મુલાકાતીઓને તિલક કરી સ્વાગત કરતા કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે

   અંગેની મળતી વિગત મુજબ સુરતના ગોડાદરા વિસ્તારના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે પોતાના જનસંપર્ક કાર્યાલયમાં આવતા દરેક મુલાકાતીઓને તિલક લગાવીને ઓફિસમાં પ્રવેશ આપ્યો હતો.પછી ભલે તે હિન્દુ હોય કે મુસ્લિમ તમામ લોકોને તેઓ તિલક કરીને પોતાની ઓફિસમાં આવકારતા હતા. જોકે મુલાકાતીઓએ આ બાબતનો કોઇ વિરોધ નોંધાવ્યો નથી.પરંતુ કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ તેનો વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે ભાજપ હવે વિકાસની રાજનીતિ છોડીને કટ્ટરવાદની રાજનીતિ કરી રહ્યું છે.

   કોર્પોરેટરની ઓફિસમાં આવતા સરેરાશ જે હિન્દૂ મુલાકાતીઓ છે તેમને આ પ્રથા ગમે છે. અને તેઓ આ ઘટનક્રમને સંસ્કૃતિનું જતન માની રહ્યા છે. સાથે સાથે તમામ કોર્પોરેટર અને ધારાસભ્યો પણ આ પ્રથા અમલમાં મુકવો જોઈએ તેવું માની રહ્યા છે. જેમાં મુસ્લિમ મુલાકાતીઓ પણ આ પ્રથાનો વિરોધ નથી કરતા

(11:10 pm IST)