Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

અરબી સમુદ્ર ગાંડોતૂર :ભારે પવનના કારણે માછીમારો મધદરિયે ફસાયા :વલસાડની 200 બોટ સંપર્ક વિહોણી

વલસાડની 300 બોટ કોડીનાર બંદરે લંગારાઈ :100 બોટ પરત ફરી

વલસાડ :અરબી સમુદ્રમાં છેલ્લા ત્રણ દિવસથી સમુદ્રમાં કરંટ ફેલાઇ રહ્યો છે.ભારે પવનના લીધે અરબી સમુદ્ર ગાંડોતૂર બન્યો છે જેને પગલે મુંબઈ તરફ માછીમારી કરવા ગયેલી 700 બોટમાંથી 200 બોટ સંપર્ક વિહોણી બની છે. જ્યારે વલસાડની 300 બોટ કોડીનાર બંદરે લંગારવામાં આવી છે. અને 100 જેટલી બોટ વલસાડ પરત ફરી છે. માછીમારી કરવા ગયેલા માછીમારો મધદરિયે જ મુશ્કેલીમાં મુકાયા છે

માછીમારો અને તેમના પરિવારજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તે હવામાન વિભાગ આટલી મહત્વની વાત અમારા સુધી કેમ નથી પહોંચાડતુ. જો એમણે પહેલા અમને આ વાતની જાણ કરી હોત તો માછીમારી કરવા ગયા ન હોત. આ પહેલા પણ માછીમારો અને હવામાન વિભાગ વચ્ચે કોર્ડિનેશન ન રહેતા આવી મુશ્કેલીઓ તેમને પડી છે

(11:11 pm IST)