Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

અમદાવાદમાં વધતા વાહનોની સંખ્‍યા અને પાર્કિંગની સમસ્‍યાનો ઉકેલ લાવવા સુરત કોર્પોરેશનની પોલીસી અમલમાં લાવવા વિચારણા

અમદાવાદ: શહેરમાં વધી રહેલી વાહનોની સંખ્યા અને પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નવી પાર્કિંગ પોલીસી અંગે વિચારણા કરી રહી છે. જો AMC પ્લાન સાથે આગળ વધશે તો લોકોએ નવું વાહન ખરીદતા પહેલા AMC પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) લેવું પડશે. સૂત્રોના મતે, સ્થાનિકોએ NOC મેળવવા માટે પુરાવા રજૂ કરવા પડશે કે તેમના બિલ્ડિંગમાં પાર્કિંગ માટે જગ્યા છે. સિવાય લોકો RTOમાં વાહનનું રજિસ્ટ્રેશન નહીં કરાવી શકે.

વાહન ખરીદતા પહેલાં લેવું પડશે NOC!

AMC સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી પાર્કિંગ પોલીસીમાંથી પ્રેરણા લીધી છે. નવી કાર ખરીદતા પહેલાં સુરતના લોકોએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) પાસેથી NOC મેળવવું ફરજિયાત છે. પાર્કિંગ પોલીસી વિશે વાત કરતાં SMCના કમિશ્નર એમ. થેન્નાસરને કહ્યું, “કોઈપણ શહેરમાં પાર્કિંગ માટે નિયમો નથી હોતાં, મુદ્દો પોલીસ પર છોડવામાં આવ્યો છે. જો કે સુરત રાજ્યનું પ્રથમ શહેર બન્યું છે જેણે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી મેળવીને નવી પાર્કિંગ પોલીસી લાગુ કરી છે.”

સુરત મ્યુનિસિપલ કમિશ્નરે કહ્યું

સુરત મ્યુનિસિપલ કમિશ્નરે કહ્યું, “ પગલું ભરવા પાછળનું કારણ પાર્કિંગની જગ્યા વધુ સુવ્યવસ્થિત કરવાની અને શિસ્તબદ્ધ પાર્કિંગ કરાવવાનું છે. જો કોઈ વાહનચાલક રોડ પર ગેરકાયદે પાર્કિંગ કરે અને તેના કારણે ટ્રાફિક થાય તો ચાલકે પ્રીમિયમ પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. વિવિધ ઝોનમાં ઓન-સ્ટ્રીટ પાર્કિંગ માટે પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. જનતાને જ્યારે પાર્કિંગના વધારે રૂપિયા ચૂકવવા પડશે ત્યારે તેઓ ગમે ત્યાં પાર્કિંગ કરવાનું ટાળશે. પાર્કિંગ વહેંચવા પર પણ વિચારણા કરીએ છીએ.”

વિજય નહેરાએ SMCનું પગલું વખાાણ્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર વિજય નહેરાએ SMCના પગલાની પ્રશંસા કરી છે. વિજય નહેરાએ કહ્યું, “અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને SMCની નવી પાર્કિંગ પોલીસીને બારીકાઈથી જોવામાં આવશે. નવી પોલીસીથી નાગરિકોને લાભ થાય છે કે નહિ તે જોવામાં આવશે. જો SMCની પોલીસી સફળ રહી તો કદાચ અહીં પણ અનુકરણ કરવામાં આવશે.” રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસરના મતે છેલ્લા 10 વર્ષમાં રોડ પર ગાડીઓની સંખ્યા બમણી થઈ છે. ટ્રાન્સપોર્ટ ચીફ પણ નવી કારનું રજિસ્ટ્રેશન મંજૂર કરતાં પહેલા પાર્કિંગની પૂરતી જગ્યા હોય તે જોશે.

લોકો પાસે એકથી વધુ ગાડીઓ

RTO ઓફિસર એસ.પી. મુનિયાએ કહ્યું, “રોડ પર પાર્ક કરેલા ખાનગી વાહનોની સમસ્યામાંથી મુક્ત થવા ગુજરાત સરકારે સારું કદમ ઉઠાવ્યું છે. રોડ જનતા માટે છે કોઈ એક વ્યક્તિનો નથી. ઓછી ગાડીઓ હશે તો પ્રદૂષણ ઘટશે અને ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થશે.” શહેરના સાંકડા રસ્તાઓ પર પણ બંને બાજુએ ગેરકાયદેસર રીતે ગાડી પાર્ક કરેલી જોવા મળે છે. શહેરમાં ઘણા નાગરિકો પાસે એકથી વધુ વાહનો છે. દાખલા તરીકે, પ્રહલાદનગર વિસ્તારની એક કોલોનીમાં 25 બંગલા છે, જ્યાં દરેક રહીશ પાસે એક કરતાં વધુ વાહન છે. જેના કારણે લોકોને ચાલવા માટે પૂરતી જગ્યા મળતી નથી.

નાગરિકોએ પણ પોલીસી વખાણી

પ્રહલાદનગરની અર્જુન વિલામાં રહેતા અનુપમ ચેટર્જીએ કહ્યું, “SMCનું પગલું સારું છે. પગલાંથી લોકોને ગાડીઓના પાર્કિંગ માટે જગ્યાની અછત છે તે બાબતનું ભાન થશે. અમદાવાદમાં પણ પાર્કિંગ એક મોટી સમસ્યા છે ત્યારે જો AMC પાર્કિંગ પોલીસી અપનાવે તો ફાયદો થશે.” પાલડીની વૈશાલી સોસાયટીના ચેરમેન અક્ષત પટેલે કહ્યું, “આજકાલ મોટાભાગના લોકો પાસે એક કરતાં વધારે કાર છે. જો પાર્કિંગની જગ્યા જોયા બાદ NOC આપવામાં આવે તો પાર્કિંગ બાબતે થતાં ઝઘડા ઓછા થશે.”

વિદેશમાં પણ છે પ્રકારની પોલીસી

DCP ટ્રાફિક (વેસ્ટ) સંજય ખારટે કહ્યું, “યુરોપ અને નેધરલેન્ડ્સ જેવા દેશોમાં પાર્કિંગની સુરત જેવી વ્યવસ્થા છે. જે લોકો પાસે પાર્કિંગ માટે પોતાની જગ્યા હોય તેઓ કાર ખરીદી શકે છે. રીતે રોડ પર વાહનોની સંખ્યા ઘટાડી શકાય છે. SMCનું પગલું સરાહનીય છે.” ગુલબર્ગ સોસાયટીની આંગન સોસાયટીમાં રહેતા કિરણ મહેતાએ કહ્યું, “અમારી સોસાયટીમાં ફોર-વ્હીલર પાર્ક કરવા પૂરતી જગ્યા નથી. સોસાયટીના સભ્યો વચ્ચે પાર્કિંગ બાબતે ઘણીવાર માથાકૂટ થાય છે કારણકે તેમની પાસે એક કરતાં વધુ ફોર-વ્હીલર છે. પાર્કિંગની જગ્યાના અભાવે મુખ્ય દરવાજાની બહાર વાહન પાર્ક કરે છે. જો અહીં પણ NOC પોલીસી લાગુ કરવામાં આવે તો સારું છે.”

(4:39 pm IST)