Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

અમેરિકાથી ઓનલાઇન ડ્રગ્સ મંગાવી અમદાવાદથી થતો વેપાર : બે આરોપીની ગ્રામ્ય એસઓજીએ ધરપકડ કરી

આરોપીઓની મોડ્સ ઓપરેન્ડીથી પોલીસ સ્તબ્ધ :અમેરિકાથી ઓનલાઇન ડાર્કવેબ મારફતે કર્યો ડ્રગ્સ ડીલરનો સંપર્ક: હવાલા સિસ્ટમથી ક્રિપ્ટો કરન્સીથી ચુકવ્યું પેમેન્ટ

 

અમદાવાદ : અમેરિકાથી ઓન લાઈન ડાર્ક વેબ મારફતે ઇન્ટરનેશનલ ડ્રગ્સ ડીલરનો સંપર્ક કરીને હવાલા સિસ્ટમથી ક્રિપટો કરન્સી મારફતે પેમેન્ટનું ચુકવણી કરીને બાય કાર્ગો એર કુરિયર થી પ્રતિબંધિત નશાકારક પદાર્થો મંગાવીને સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર વેચાણ કરતા બે આરોપીની ગ્રામ્ય એસઓજીએ ધરપકડ કરી છે

 

અમદાવાદ ગ્રામ્ય એસ જી ઓનલાઈન ડ્રગ્સ મંગાવી ને વેચાણ કરતા આનંદનગર ના રહેવાસી વંદિત પટેલ અને વેજલપુર ના પાર્થ શર્માની ધરપકડ કરી છે. આરોપીઓ પાસે થી પોલીસ અમેરિકન હાઇ બ્રીડ ગાંજો, અમેરિકન ચરસ, લોકલ ચરસ, મેજિક મશરૂમ તથા શેટર જેવા નશાકારક ડ્રગ્સ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી ઓનલાઈન ડ્રગ્સ મંગાવી ને અમદાવાદ અને સુરત શહેર માં વેચતો હતો. અને ડ્રગ્સ વેચવા માટે ખાસ કરી ને કોલેજો ના યુવાધન ને ટાર્ગેટ કરતો હતો. જેમનો સંપર્ક તે કેટલીક એપ્લિકેશન મારફતે કરતો હતો.

મુખ્ય આરોપી વંદિત પટેલ વર્ષ 2018 માં અભ્યાસ અર્થે સિંગાપુર ગયો હતો. અને પોતે એજ્યુકેટેડ હોવાથી અને ઇન્ટરનેટ, ડાર્ક વેબ, ઇન્ટરનેશનલ ડ્રગ્સ ચેઇન, ક્રિપ્ટોકરન્સીનો  જાણકાર હોવાથી ડાર્ક વેબ મારફતે ઈન્ટરનેશનલ ડ્રગ ઓનલાઇન સંપર્ક કરીને હવાલા સિસ્ટમ મારફતે વિદેશોમાં ક્રિપ્ટોકરન્સીથી પેમેન્ટની ચુકવણી કરીને બાય કાર્ગો એર કુરિયર મારફતે ગુજરાતમાં અલગ-અલગ સરનામાં પર દ્રાક્ષના પાર્સલો મંગાવતો હતો. જો કે સ્કેનર માં પકડાઈ ના જાય તે માટે ખાસ પ્લાસ્ટિકની બેગ માં ડ્રગ્સ છુપાવીને કોઈ પણ વસ્તુ ઓની આડ માં મંગવતો હતો. પોલીસ આં પ્લાસ્ટિક ની બેગ પણ કબ્જે કરી છે. જે બેગ બનાવવા માં કઈ કઈ સામગ્રી નો ઉપયોગ થયો છે તેની જાણકારી મેળવવા માટે તેને એફએસએલ માં પણ મોકલવામાં આવશે  

હાલ માં આરોપી ની પૂછપરછ માં પણ સામે આવ્યું છે કે લોકલ ચરસ તે હિમાચલ પ્રદેશ થી મંગવતો હતો. જ્યારે તેની પૂછપરછ માં અન્ય આરોપી હિમાચલ પ્રદેશ ના ગુડ્ડુ ભાઈ, સુરત ના ફેનીલ, બોપલ ના નીલ પટેલ, શ્યામલ ચાર રસ્તા પાસે રહેતા વિપુલ ગોસ્વામી , થલતેજ ના જીલ પરાઠે અને વાપી ના આકીબ સિદ્દીકી ના નામ બહાર આવ્યા છે. પોલીસ તેણે પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.
આરોપી અત્યાર સુધી માં રૂપિયા એક કરોડ થી વધુ રકમ નું ડ્રગ્સ વેચી દીધું હોવાનું સામે આવ્યો છે. જ્યારે પકડાયેલ અન્ય આરોપી પાર્થ શર્મા પણ મંગાવેલ ડ્રગ્સ નો જથ્થો જ્યાં રાખવામાં આવ્યો છે. તેનું ધ્યાન રાખતો ઉપરાંત જ્યારે મુખ્ય આરોપી ગેરહાજર હોય ત્યારે તે લોકો ને ડ્રગ્સ પૂરું પાડતો હતો. જેના બદલે માં તેને દર મહિને રૂપિયા 20 થી 25 હજાર મળતા હતા. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી.

 

(12:43 am IST)