Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

અમદાવાદ મંડળની સિદ્ધિઃ માત્ર એક જ દિવસમાં માલ લોડ કરીને 24.57 કરોડની આવક:ગતવર્ષ કરતા ત્રણ ગણી વધુ

ગયા વર્ષે 15મી નવેમ્બરે કોલસાના બે રેકમાંથી 1.28 કરોડ ખાતરના 5 રેક થી 2.05 કરોડ, કન્ટેનરના 29 રેકમાંથી 4.03 કરોડ અને અન્ય સામગ્રીના 3 રેકમાંથી 0.98 કરોડ સહિત કુલ 39 રેક દ્વારા 8.34 કરોડની આવક થઈ હતી

અમદાવાદ મંડળ દ્વારા તારીખ 15 નવેમ્બર 2021ના રોજ માત્ર એક જ દિવસમાં માલના લોડિંગથી 24 કરોડ 57 લાખ રૂપિયાની આવક થઈ, જે ગત વર્ષ કરતાં લગભગ 3 ગણું વધારે છે અને અત્યાર સુધીની બીજી મહત્તમ આવક છે. અગાઉ તા. 03 સપ્ટેમ્બર 2015 ના રોજ માલના લોડિંગમાંથી મહત્તમ 24.91 કરોડની આવક થઈ હતી.

આ માહિતી આપતા મંડળ રેલ પ્રબંધક તરુણ જૈનએ જણાવ્યું કે “હંગરી ફોર કાર્ગોની” ઉત્તમ કલ્પનાના યોગ્ય અમલીકરણના ક્રમમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલા વિવિધ નવતર પ્રયાસોના સકારાત્મક પરિણામો દેખાવા લાગ્યા છે તેમજ બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ હેઠળ માલના લોડિંગ માટે વિવિધ 25 યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ગ્રાહકોને માલ સામાનના લોડિંગમાં વિવિધ રાહતો આપવામાં આવી છે. જેના પરિણામે મંડળના ફ્રેઇટ લોડીંગમાં અભૂતપૂર્વ વધારો થયો છે.

અમદાવાદ મંડળ દ્વારા ગયા વર્ષે 15મી નવેમ્બર 2020 ના રોજ કોલસાના બે રેકમાંથી 1.28 કરોડ ખાતરના 5 રેક થી 2.05 કરોડ, કન્ટેનરના 29 રેકમાંથી 4.03 કરોડ અને અન્ય સામગ્રીના 3 રેકમાંથી 0.98 કરોડ રૂપિયા સહિત કુલ 39 રેક દ્વારા 8.34 કરોડની આવક થઈ હતી જ્યારે આ વર્ષે 15 નવેમ્બર 2021ના રોજ કોલસાના 5 રેકથી 4 કરોડ, ખાતરના 12 રેકથી 6.99 કરોડ, પેટ્રોલિયમના એક રેકમાંથી 0.57 કરોડ કન્ટેનરના 38 રેકમાંથી 6.06 કરોડ ઓટોમોબાઈલના 3 રેકમાંથી 0.45 કરોડ મીઠાના 10 રેકમાંથી 4.2 કરોડ ઇન્ડસ્ટ્રીયલ મીઠાના 2 રેકમાંથી 0.85 કરોડ સ્ટીલ પાઇપના એક રેકમાંથી 0.5 કરોડ તથા અન્ય સામગ્રીના 4 રેક દ્વારા રૂ.0.95 કરોડ સહિત કુલ 76 રેક લોડ કરીને 24.57 કરોડ રૂપિયાની ની આવક મેળવી જે ગત વર્ષની સરખામણીમાં લગભગ 3 ગણું વધારે છે.

(7:14 pm IST)