Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ગાંધીનગરમાં આંગણવાડીના કેન્દ્રમાંથી તસ્કરોએ તેલના ડબ્બા સહીત ગેસના સિલિન્ડરની ચોરી કરતા ચકચાર મચી જવા પામ્યો

ગાંધીનગર : હાલમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ આસમાનને આંબી રહયા છે ત્યારે તસ્કરો હવે બાળકોના પોષણ માટે બનેલી આંગણવાડીને પણ નિશાન બનાવી રહયા છે. મગોડીના કેન્દ્રમાંથી ત્રણ તેલના ડબ્બા અને ગેસ સીલીન્ડરની ચોરીની ઘટના બનવા પામી છે જે સંદર્ભે ચિલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

 ગાંધીનગર જિલ્લામાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે તસ્કરોને પણ મોંઘવારી નડતી હોય તેમ સોનાચાંદી અને રોકડની સાથેસાથે ખાદ્ય ચીજવસ્તુઓની પણ તસ્કરી કરી રહયા છે. ચિલોડા પંથકના મગોડી ગામની આંગણવાડી કેન્દ્રમાં ગત તા.૪ નવેમ્બરે કર્મચારી નિશાબેન સંજયકુમાર પરમાર પહોંચ્યા ત્યારે તેમાં તાળું તુટેલુ હતું અને અંદર તપાસ કરતાં તેલના ત્રણ ડબ્બા અને ગેસના બે સીલીન્ડરની ચોરી થઈ હતી. જેથી આ મામલે તેમણે સુપરવાઈઝરને જાણ પણ કરી હતી. જો કે દિવાળીની રજાઓ બાદ આ ચોરી સંદર્ભે કોઈ વિગતો નહીં મળતાં ઉપરી કચેરીની સુચનાના આધારે ૧ર૧૦૦ની મત્તાની ચોરીનો ગુનો ચિલોડા પોલીસમાં નોંધાવામાં આવ્યો છે જેના આધારે પોલીસે તપાસ શરૃ કરી છે.

(6:32 pm IST)