Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

મગફળી ખરીદીનું ૧૭ ટકા કામ પૂર્ણ : ૩૯૩૭૪ પૈકી ૩૬૦૨ ખેડૂતો આવ્યા : ૧૧૭ કરોડ રૂપિયા ચૂકવાયા

ગેરરીતિની કોઇ ફરીયાદ નથી, ગેરરીતિ થશે તો કડક પગલા :સૌથી વધુ રાજકોટ જિલ્લાના ૯૬૨ ખેડૂતોએ મગફળી વેંચી

રાજકોટ,તા. ૧૬ : રાજ્યમાં નાગરિક પુરવઠા નિગમ દ્વારા લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલુ છે. કુલ નોંધાયેલા ૨,૬૫,૫૫૮ ખેડૂતો પૈકી ૨,૨૪,૫૯૦ ખેડૂતોની નોંધણી માન્ય રહેલ.  જેમાંથી આજે બપોર સુધીમાં ૩૯૩૭૪ ખેડૂતોને મગફળી લઇને આવવા મેસેજ કરાયેલ જેમાંથી માત્ર ૩૬૦૨ ખેડૂતો મગફળી વેચવા આવ્યા છે. નોંધાયેલા માન્ય ખેડૂતો પૈકીનું ખરીદીનું ૧૭ ટકા જેટલુ કામ પૂર્ણ થઇ ગયું છે.

મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે સુચિત કરેલ ખરીદ કેન્દ્રો સંખ્યા ૧૫૫ છે. સુચિત કરેલ ખરીદ કેન્દ્રો પૈકી આજ દિન સુધીમાં શરૂ થયેલ ખરીદ કેન્દ્રોની સંખ્યા ૧૧૧ ખરીદ કેન્દ્રો છે. સુચિત કરેલા ખરીદ કેન્દ્રો પૈકી આજ દિન સુધીમાં શરૂ ન થયેલ ખરીદ કેન્દ્રોની સંખ્યા ૪૪ ખરીદ કેન્દ્રો આજ દિન સુધમાં શરૂ ન થયેલ ખરીદ કેન્દ્રો શરૂ ન થવાના કારણો ભાવનગર, બોટાદ તથા ગાંધીનગર જિલ્લામાં મગફળી પરિવહન ઇજારાના ૮ વખત ઓકશન કરેલ હોવા છતાં એક પણ બીડર દ્વારા ભાગ લેવામાં આવેલ નથી.  આજરોજ ત્રણેય જિલ્લાઓમાં ખેડૂતોને SMS કરવામાં આવશે. તથા આવતીકાલથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. કેટલા ખરીદ કેન્દ્રો ખાતેથી કેટલા ખેડૂતોને વેચાણ માટે SMS કરવામાં આવેલ છે. ૧૧૧ ખરીદ કેન્દ્ર ખાતેથી ૩૯,૩૭૪ SMS કરવામાં આવેલ છે.

SMS કરેલ ખેડૂતો પૈકી કેટલા ખેડૂતો આજ દિન સુધીમાં ખરીદ કેન્દ્રો ખાતે વેચાણ માટે આવેલ ૩૯,૩૭૪ SMS કરવામાં આવેલ જેની સામે ૩,૬૦૨ ખેડૂતો વેચાણ માટે આવેલ. ૧૦૨ ખેડૂતોને ૧૧૭ કરોડનું ચુકવણુ કરવામાં આવેલ છે ખરીદી થયેલ ખેડૂતોના ચુકવણાંની પ્રક્રિયા ચાલુ છે. ખરીદી શરૂ થયા તા. ૯/૧૧/૨૦૨૧ થી આજદિન સુધી ગેરરીતિ અંગેની કોઇ ફરિયાદ ઉપસ્થિત થયેલ નથી. ખરીદી પારદર્શક રીતે થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર તથા અન્ન, નાગરિક પુરવઠા વિભાગ અને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા સતત તકેદારી રાખવામાં આવે છે. કોઇ પણ જાતની ગેરરીતિ માલુમ પડશે તો કડક પગલાં તંત્ર દ્વારા લેવામાં આવશે.

રાજય નોડલ એજન્સી ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લિ. ગાંધીનગર દ્વારા ગત વર્ષ કરતાં આ વર્ષે ૧૧ દિવસ જેટલા વધુ સમય માટે નોંધણી કરી આ વર્ષે તા.૧/૧૦/ર૧ થી તા.૩૧/૧૦/ર૧ સુધી ખેડુત નોંધણી કરવામાં આવેલ છે જે મુજબ રાજયમાં મગફળીમાં ટેકાના ભાવે વેચાણ માટે કુલ ર,૬પ, પપ૮ ખેડુતોએ, મગની ટેકાના ભાવે વેચાણ માટે કુલ ૧૮ર ખેડુતોએ અડદની ટેકાના ભાવે વેચાણ માટે કુલ ૩૮ર ખેડુતોએ અને સોયાબીનની ટેકાના ભાવે વેચાણ માટે કુલ ૩ર૧ ખેડુતોએ ઓનલાઇન નોંધણી કરાવેલ છે.

તા.૧પ/૧૧/ર૦ર૧ સુધીમાં મગફળીની ટેકાના ભાવે કુલ ૬૯૧૬,ર૩ મે.ટન ખરીદી કરવામાં આવેલ છે જેનું મુલ્ય કુલ રૂ.૩૮.૩૯, કરોડ છે. જેનો લાભ રાજયના કુલ ૩૬૦ર ખેડુતોએ લીધેલ છે. મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં કુલ ૧૦ર લાભાર્થી ખેડુતોને કુલ રૂ.૧.૧૬પ કરોડની ચુંકવણી કરવામાં આવેલ છે. હાલ સારી મગફળીના બજાર ભાવો ટેકાના ભાવ કરતા ઘણા ઉચા રહેલ છે. ગઇકાલ તથા આજરોજ જામનગર એ.પી.એમ.સી. ખાતે ખેડુતોને મણ મગફળીના રૂ.૧૬૦૦ (રૂ.૮૦૦૦ પ્રતિ કવિ.) સુધીના ભાવ મળી રહેલ છે.

તા.૧પ/૧૧/ર૦ર૧ સુધીમાં મગની ટેકાના ભાવે ખરીદીમાં નોંધણી થયેલ કુલ ૧૮ર ખેડુતો પૈકી વેચાણ માટે ર૪ ખેડુતોને, અડદની ટેકાના ભાવે ખરીદીમાં નોંધણી થયેલ કુલ ૩૮ર ખેડુતો પૈકી વેચાણ માટે ૩૦ ખેડુતોને અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીમાં નોંધણી થયેલ કુલ ૩ર૧ ખેડુતો પૈકી વેચાણ માટે ૧૦૯ ખેડુતોને એસ.એમ.એસ. થી જાણ કરવામાં આવેલ છે.

તા.૧પ/૧૧/ર૦ર૧ સુધીમાં મગની ટેકાનાના ભાવે કુલ .૦પ મે.ટન ખરીદી કરવામાં આવેલ છે જેનું મુલ્ય કુલ રૂ.૦.૩૬ લાખ છે. જેનો લાભ રાજયના કુલ ૧ ખેડુતોએ લીધેલ છે.

તા.૧પ/૧૧/ર૦ર૧ સુધીમાં અડદની ટેકાના ભાવે કુલ ૧.૩ મે.ટન ખરીદી કરવામાં આવેલ છે જેનું મુલ્ય કુલ રૂ.૦.૮ર લાખ છે જેનો લાભ રાજયના કુલ ર ખેડુતોએ લીધેલ છે.

ચાલુ વર્ષ મગફળીની ખરીદી ભારત સરકારની ગાઇડલાઇન મુજબ પ્રતિ દિન પ્રતિ ખેડુત રપ૦૦ કીલો મુજબ તથા રાજયની ઉત્પાદકતા ર૦૮૭ કીલો પ્રતિ હેકટરના પ્રમાણમાં ટેકાના ભાવે ખેડુતના વાવેતર વિસ્તારને ધ્યાને લઇ ખેડુત પાસેથી પ્રથમ રાઉન્ડમાં ખરીદવામાં આવશે. જો ભારત સરકારએ મંજુર કરેલ જથ્થાની મર્યાદામાંં હોય તો ખેડુત વાવેતર વિસ્તારને આધારે રપ૦૦ કિ.ગ્રા.થી વધુ જથ્થો વેચાણ કરવા માટે બીજા રાઉન્ડમાં તક આપવામાં આવશે.

(3:15 pm IST)