Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી વધુ ઠંડી પડશે

ગુજરાતમાં વધશે ઠંડીનું પ્રમાણ : હવામાન ખાતાની આગાહી : દિવસ અને રાતના તાપમાનમાં લગભગ ૧૦ થી ૧૨ ડીગ્રી નો તફાવત જોવા મળી રહ્યો છે

 ગાંધીનગર,તા.૧૬ : હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી વધુ ઠંડી પડી શકે છે. વહેલી સવારથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ઠંડીના કારણે લોકો ઘરોમાં જ પુરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે તો વળી કેટલાક લોકો વહેલી સવારે મોર્નિંગ વોક માટે પણ નીકળી જતા હોય છે, હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી વધુ ઠંડી પડી શકે છે, જો કે વહેલી સવારથી જ ઠંડીનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે, મોડી રાતથી લઘુતમ તાપમાનનો પારો ગગડી રહ્યો છે.

 વહેલી સવારે અમદાવાદનું તાપમાન૧૩.૧ ડિગ્રી નોંધાયું જ્યારે ગાંધીનગરમાં ૧૧.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, તો નલિયામાં તાપમાનનો પારો ગગડીને ૧૦.૦૬ પર પહોંચ્યો હતો.રાજ્યમાં અનેક જિલ્લાઓમાં તાપમાનનું પ્રમાણ નીચે જોવા મળી રહ્યું છે જેમાં સુરતમાં ૧૮.૦૬ ડિગ્રી, રાજકોટ ૧૪.૨ ડિગ્રી તાપમાન અને ભાવનગરમાં ૧૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

 રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીની મજાલેતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, વહેલી સવારે મોનિંગ વોક માટે નીકળી જવું એ પણ એક લાહવો હોય છે. બીજી તરફ ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પૂરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

 રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, હવે ધીમે ધીમે ઠંડી જમાવટ કરી રહી છે. વહેલી સવારે ફૂલગુલાબી ઠંડી અહેસાસ થવા લાગ્યો છે. જ્યારે બપોર બાદ સામાન્ય ગરમીનો પણ અહેસાસ થાય છે. આમ શિયાળામાં ઠંડી અને ગરમી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે.

 અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા શહેરોમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી રાજ્યમાં ડિસેમ્બર મહિનાની ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ ૧૦ થી ૧૨ ડીગ્રી નો તફાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વહેલી સવારે ફૂલગુલાબી ઠંડી અહેસાસ થવા લાગ્યો છે જ્યારે બપોર બાદ સામાન્ય ગરમીનો પણ અહેસાસ થાય છે.

 આમ શિયાળામાં ઠંડી અને ગરમી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે રાજ્યના મોટા ભાગનાં શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જો કે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવું જણાવાયું છે.

(2:34 pm IST)